
નવી દિલ્હી, 26 એપ્રિલ 2019, શુક્રવાર
અમેરિકામાં 2019માં અત્યાર સુધીમાં ઓરીના 695 કેસ નોંધાઈ ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે આ દેશને 2000ની વર્ષમાં ઓરી મુક્ત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓરીના સૌથી વધારે કેસ નોંધાયા છે. બીમારીને અટકાવવામાં માટે ન્યૂયોર્ક હેલ્થ ડિપાર્ટમેન્ટએ કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. ન્યૂયોર્ક શહેરમાં હેસ્થ ઈમરજન્સી લાગૂ કરી દેવામાં આવી છે. ઓરીને નિયંત્રણમાં લેવા અને તેને રોકવા માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
2019માં ઓરીના વધારે કેસ નોંધાવા અંગે નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે 2018ના અંતમાં વોશિંગટન અને ન્યૂયોર્કમાં ઓરીનો પ્રકોપ જોવા મળ્યો હતો. ઓરી મુક્ત જાહેર કર્યા બાદ ટીકાકરણ વિરુદ્ધ ચળવળ કરવામાં આવી અને આ ચળવળના કારણે ઓરીના કેસ વધારે નોંધાયા હોવાનું માનવામાં આવે છે. આ ચળવળને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ મોટું જોખમ જાહેર કરી છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ સતત જાણકારી આપી રહ્યા છે કે ઓરીની રસી સુરક્ષિત છે. તાજેતરમાં જ રસીકરણનો વિરોધ કરતી તમામ સામગ્રીને સોશિયલ મીડિયા પરથી દૂર કરવામાં આવી છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IJRAeR
via Latest Gujarati News
0 Comments