
નવી દિલ્હી, 26 એપ્રિલ 2019, શુક્રવાર
સાઉદી અરબમાં 37 લોકોને એક સાથે મોતની સજા આપવામાં આવી તે ઘટના ખુબ ચર્ચામાં રહી હતી. આ લોકો પર આતંકવાદને પ્રોત્સાહન આપ્યોનો આરોપ હતો. ઉલ્લેખનીય છે કે સાઉદી અરબમાં શાસન વિરુદ્ધ જવાની વાતને આતંકવાદ ગણવામાં આવે છે. જો કે આ દેશમાં માત્ર આતંકવાદ સંબંધી ઘટનાઓમાં નહીં પરંતુ સામાન્ય અપરાધ માટે પણ મોતની જ સજા કરવામાં આવે છે. આ એક માત્ર દેશ નથી જ્યાં આ પ્રકારનો કાયદો છે. આ યાદીમાં અન્ય 9 દેશોનો પણ સમાવેશ થાય છે.
સાઉદી અરબમાં આતંકવાદી પ્રવૃત્તિ કરનાર ઉપરાંત, વેશ્યાવૃત્તિ, બળાત્કાર, નશીલા દ્રવ્યોના વેચાણ માટે પણ મોતની સજા કરવામાં આવે છે. એટલું જ નહીં અહીં ધર્મની આલોચના કરનારને પણ મોતની સજા કરવામાં આવે છે. જો કોઈ તંત્ર વિદ્યા કરતું ઝડપાય તો પણ તેને મોતની સજા કરવામાં આવે છે.
આ દેશમાં શારીરિક સંબંધો માટે પણ કડક કાયદો છે. જો કોઈ સ્ત્રી કે પુરુષ સહમતિ વિના બળજબરથી અન્ય સાથે સંબંધ બનાવે તો તેને પથ્થર મારી મારી અને મોતની સજા કરવામાં આવે છે. આ કાયદો સાઉદી અરબ સિવાય સંયુક્ત અરબ અમીરાત, ઈરાન, કતાર અને બ્રૂનોઈમાં પણ છે. અહીં કોઈ જાસૂસી કરતું ઝડપાય તો પણ તેને મોતની સજા જ કરવામાં આવે છે.
ચીનમાં પણ નાણાકીય કૌભાંડ કરનાર અને ભ્રષ્ટાચાર કરનારને મોતની જ સજા કરવામાં આવે છે. ચીનમાં અલગાવવાદી વિચારધારા રાખતા લોકોને પણ મોતની સજા ફટકારવામાં આવે છે. ચીન ઉપરાંત અલ્જીરિયા, કેન્યા, ઘાના અને યૂથોપિયામાં લૂંટની ઘટનાને જઘન્ય અપરાધ ગણવામાં આવે છે અને આવા ગુનામાં દોષી સાબિત થાય તેને મોતની સજા કરવામાં આવે છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W6m79N
via Latest Gujarati News
0 Comments