
બેજિંગ, 26 એપ્રિલ 2019, શુક્રવાર
ઓફિસ સમયસર પહોંચવા માટે લોકો સવારે વહેલા જાગી જાય છે. ટ્રેન, બસ કે ટુ વ્હીલરની મદદથી લોકો દોડધામ કરી ઓફિસ પહોંચતા હોય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ચીનના ઝૂ બીવૂ ઓફિસ સમયસર પહોંચવા માટે રસ્તો તરીને પસાર કરે છે.
ટ્રાફિકની સમસ્યા દરેક દેશના નાગરિકો માટે વિકરાળ બનતી જાય છે. તેવામાં 53 વર્ષના ઝૂ પણ ટ્રાફિકથી બચવા માટે છેલ્લા 11 વર્ષથી ઓફિસ સુધી જવા માટે પાણીનો રસ્તો અપનાવે છે. જી હાં ઓફિસ પહોંચવવા માટે ઝૂ રોજ પાણીમાં તરીને રસ્તો પસાર કરે છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઝૂ હેનયાંગ જિલ્લામાં રહે છે. તે વુચાંગમાં આવેલી ફૂડ માર્કેમાં મેનેજર તરીકે કામ કરે છે. પોતાના કામ માટે સમયસર પહોંચવા માટે ઝૂ રોજ સવારે 7 વાગ્યે નદી કીનારે પહોંચી જાય છે અને પોતાના કપડા, શૂઝ જેવો જરૂરી સામાન વોટર પ્રુફ બેગમાં ભરી અને તરતા તરતા ઓફિસ પહોંચી જાય છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XI2uFr
via Latest Gujarati News
0 Comments