યુએઇની મહિલા ૨૭ વર્ષ પછી સેમી કોમાની સ્થિતિમાંથી ભાનમાં આવી


જર્મનીની એક હોસ્પીટલમાં ૨૭ વર્ષથી સેમી કોમા જેવી સ્થિતિમાં દાખલ યુએઇ દેશની મુનિરા અબ્દુલા નામની એક મહિલા ભાનમાં આવી છે. આને મેડિકલ ભાષામાં એક કોમા જેવી છતાં જુદા પ્રકારની વેજિટેટીવ  સ્ટેટ સ્થિતિ છે. આથી  વેજિટેટીવ  સ્ટેટ સ્થિતિમાં જીવતા અનેક દર્દીઓ માટે નવી આશા બંધાઇ છે. 

મુનિરા અબ્દુલાના ડૉકટર ફ્રિડેમેન મુલરના જણાવ્યા મુજબ વેજિટેટીવ સ્થિતિમાં દર્દીમાં ચેતના ખૂબજ ઓછી હોય છે આથી તે કોમા જેવી સ્થિતિમાં હોતું નથી. કોમાના દર્દી જાણે કે ગાંઢ નિદ્રામાં સુતા હોય એમ ચેતનાવિહીન થઇ જાય છે. તેઓ સ્પર્શ, અવાજ, પ્રકાશ, કે કોઇ પણ બહારની ચીજ બાબતે પ્રતિક્રિયા આપતા નથી કે પોતાના શરીરના એક પણ અંગને હલાવી શકતા નથી. જયારે વેજીટેટીવ સ્થિતિ એ થોડીક જુદી બાબત છે તેમ છતાં ૨૭ વર્ષે દર્દીનું ભાનમાં આવવું એ આશાસ્પદ ઘટના છે.

યુએઇની મહિલા ૧૯૯૧માં થયેલા એક કાર અકસ્માત પછી જર્મનીની એક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. મોતના મુખમાંથી પાછી આવેલી મહિલા જયારે હોસ્પીટલમાં દાખલ થઇ ત્યારે ૩૨ વર્ષની હતી જયારે તે સારવાર લઇને પરત ફરી ત્યારે ૬૦ વર્ષની થઇ છે. જયારે પોતાના ૪ વર્ષના પુત્રને સ્કૂલેથી લેવા ગઇ ત્યારે અકસ્માતની ઘટના બની હતી.

આજે ૩૧ વર્ષના પુત્ર ઓમરે જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિનાથી માતા સાજા થવાનો ચમત્કાર થવાની રાહ જોઇ રહયા હતા. તે જેવી ભાનમાં આવી કે તેના મોં માંથી પહેલો શબ્દ બેટા નિકળ્યો હતો. મુનિરા અબ્દૂલા નામની આ મહિલાની સારવાર બાડ એબલિંગના શ્યોન કલીનિકમાં ચાલતી હતી. આ કલીનિકના પ્રવકતાના જણાવ્યા અનુસાર ભલે આ એક ચમત્કાર લાગે તેવી ઘટના હોય  પરંતુ તે સર્વશ્રેષ્ઠ મેડિકલ કયોરનું જ પરીણામ છે. ૨૭ વર્ષની લાંબી સારવાર દરમિયાન દવાઓ, ઓપરેશન, ફિઝીકલ થેરાપી અને સેંસરી સ્ટીમ્યૂલેશન આપવામાં આવતું હતું. આ ઉપરાંત દર્દીને રોજ બહાર નીરવ શાંતિમાં પક્ષીઓનો અવાજ સાંભળી શકે તે રીતે ફેરવવામાં આવતું હતું.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DKLgQv
via Latest Gujarati News

Post a Comment

0 Comments