
નવી દિલ્હી, 26 એપ્રિલ 2019, શુક્રવાર
દુનિયાના દરેક વ્યક્તિને કોઈને કોઈ વસ્તુનો શોખ હોય છે. આ શોખ પુરા કરવા માટે લોકો સમય પણ કાઢે છે. પરંતુ કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે જે પોતાનો શોખ પુરો કરવા માટે પોતાના જીવને પણ જોખમમાં મુકી દે.. આવું આપણે માનીએ છીએ પરંતુ 26 વર્ષની એન્જલા નિકોલોએ આ માન્યતાને ખોટી સાબિત કરી છે. આ યુવતીને ફોટો પડાવવાનો શોખ છે અને તેના માટે તે પોતાના જીવના જોખમની પણ ચિંતા કરતી નથી. એન્જલા પોતાના શોખને વિચિત્ર રીતે પુરો કરે છે અને આ આદતના કારણે તે વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ચુકી છે.
એન્જલા પોતાના ફોટો દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ્સ, ટાવર્સની ટોચ પર ચઢીને ક્લિક કરાવે છે. આ શોખ પુરો કરવા માટે તે ખતરનાક જગ્યાઓ શોધે છે અને પછી ત્યાં પહોંચી આરામથી ફોટો પડાવે છે. એન્જલા આ તસવીરો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ પણ કરે છે.
ઊંચાઈ પરથી નીચે જોતા સામાન્ય માણસને ચક્કર આવી જતા હોય છે પરંતુ એન્જલા આવી જગ્યાએ જઈ યોગા પણ કરે છે. એન્જલા જે કરે છે તેને રુફટોપિંગ કહેવામાં આવે છે. જો કે આ કામ કરનાર અનેક લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. પરંતુ એન્જલાને આ વાતથી જરા પણ ભય નથી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vnrp5a
via Latest Gujarati News
0 Comments