અહીં વિધવાઓને કરવું પડે છે આ ઘૃણાસ્પદ કામ, નથી કરી શકતી બીજા લગ્ન


નવી દિલ્હી, 26 એપ્રિલ 2019, શુક્રવાર

લગ્ન વ્યવસ્થા આપણા સમાજમાં મહત્વપૂર્ણ છે. લગ્ન બાદ યુવતીના જીવનનો નવો અધ્યાય શરૂ થાય છે અને તે પોતાના પતિ સાથે સુખી જીવન પસાર કરે છે. પરંતુ એક સ્ત્રીના જીવનમાંથી સુખનો અંત ત્યારે થાય છે જ્યારે તેના પતિનું મૃત્યુ થાય છે અને તે વિધવા બની જાય છે. જો કે સમય બદલ્યો છે તેવામાં વિધવાઓ ફરથી લગ્ન પણ કરી શકે છે અને સમાજમાં માનભેર જીવન પસાર કરી શકે છે. પરંતુ દુનિયામાં કેટલીક એવી જગ્યાઓ પણ છે જ્યાં વિધવાઓ માટે જીવન જીવવું મુશ્કેલ બની જાય છે. 

પૂર્વી આફ્રિકામાં રહેતી એક પ્રજાતિ વિવિધ પ્રકારની પરંપરાઓ પાળે છે. આ જાતિના લોકો અલગ અલગ વિવાહ અનુષ્ઠાન કરે છે. આ ઉપરાંત અહીં એક વિચિત્ર પરંપરા ચાલી આવે છે જેને વિધવાઓએ પાળવાની હોય છે. અહીંની ઘાના નામની જનજાતિના લોકો વિધવા મહિલાઓની આત્માની શુદ્ધિ માટે ઘૃણાસ્પદ કામ કરે છે. વિધવા થનાર મહિલાએ પોતાની આત્મા શુદ્ધ થાય તે માટે એક અજાણ્યા વ્યક્તિ સાથે રાત પસાર કરવી પડે છે. જે વિધવા આ કામ કરે છે તેને જ બીજા લગ્ન કરવાની છૂટ આપવામાં આવે છે. આ પ્રથાનું પાલન ન કરે તે મહિલાઓ બીજા લગ્ન કરી શકતી નથી. 




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DASWVf
via Latest Gujarati News

Post a Comment

0 Comments