
ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં ઘરખમ વધારો થયો છે. વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા ૫૬ કરોડ હતી તેમાં ૨૦૨૩ સુધીમાં ૪૦ ટકાનો વધારો થવાની શકયતા છે. એટલું જ નહી સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા પણ બમણી થઇ જશે. ઇન્ટરનેટ સ્માર્ટફોનના વપરાશ વધવાનું કારણ ઇન્ટરનેટ સર્વિસની કિંમતમાં થયેલો ૯૫ ટકા જેટલો ધરખમ ઘટાડો છે.
એક સમયે ૨૫૦ રુપિયામાં ૧ જીબી ડેટા વેચતો જે હવે સાવ નગણ્ય ભાવે મળે છે. આ અંગે ડિજીટલ ડેટા ક્ષેત્રના એક અહેવાલમાં જણાવાયું છે કે ૨૦૨૫ સુધીમાં ડિજીટલ ડેટા બિઝનેસ વધીને ૪૩૫ અબજ ડોલરને પાર કરે તેવી શકયતા છે. વિશ્વમાં ત્રણ અબજથી વધુ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. વિશ્વમાં ભારત ડિજીટલ ઉપભોકતા માટે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલું બજાર છે. એક માહિતી મુજબ ભારતમાં સરેરાશ ડેટા યુર્ઝસ મહિને ૮.૩૦ જીબી ડેટાનો ઉપયોગ કરે છે. જયારે ચીનમાં સરેરાશ ૫.૫૦ જીબી અને દક્ષિણ કોરિયા વિકસિત દેશમાં માથાદિઠ માસિક વપરાશ ૮ થી ૮.૫ જીબીનો છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UBcyOJ
via Latest Gujarati News
0 Comments