બેંગ્કોક, તા.૨૫
ભારતના છ બોક્સરોએ ફાઈનલમાં પ્રવેશ મેળવતા એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતવાની આશા જીવંત રાખી હતી. ભારતના દિગ્ગજ બોક્સર અમિત ફાંગલની સાથે સાથે કાવિન્દર બિસ્ત, આશિષ કુમાર, દીપર પુનિયા, સિમરનજીત કૌર,પૂજા રાનીએ પોતપોતાના મુકાબલા જીતીને ગોલ્ડ મેડલ માટે દાવેદારી નોંધાવી હતી. જોકે લેજન્ડરી બોક્સર એલ. સરિતા દેવીને એશિયન બોક્સિંગમાં છઠ્ઠા મેડલ તરીકે બ્રોન્ઝ મળ્યો હતો.
શિવ થાપાએ પણ એશિયન બોક્સિંગમાં સતત ચોથા મેડલ તરીકે બ્રોન્ઝ પ્રાપ્ત કર્યો હતો. સરિતા અને શિવની સાથે સાથે ભારતના સાત બોક્સરોને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડયો હતો. આ બોક્સરોમાં મનીષા મોઉન, આશિષ, સતીષ કુમાર, સોનિયા ચાહલ અને નિખત ઝરિનનો સમાવેશ થાય છે.
થાઈલેન્ડના બેંગ્કોકમાં ચાલી રહેલી એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતના અમિત ફાંગલે ૫૨ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં ચીનના હુ જિન્ગ્યુએનને જજીસના વહેંચાયેલા નિર્ણય બાદ નજીવા અંતરથી હરાવ્યો હતો. જોકે કાવિન્દર બિસ્તે મોલોગિંયાના ઈન્ખ-આમેર ખાખુ સામેના ભારે રોમાંચક જંગમાં ૩-૨થી વિજય મેળવ્યો હતો. ભારતના દીપક પુનિયાને કઝાખસ્તાનનો ઝ્હુસુપોવ ઈજાના કારણે ખસી જતાં સીધો જ ફાઈનલમાં પ્રવેશ મળ્યો હતો. આશીષ કુમારે ઉઝબેકિસ્તાનના બોબો ઉસ્મોનને હરાવીને ૬૯ કિગરા વજન વર્ગની ઈવેન્ટની ફાઈનલમાં પ્રવેશ પ્રાપ્ત કર્યો હતો. ભારતની મહિલા બોક્સરોએ પણ પ્રભાવ પાડતાં જીત હાંસલ કરી હતી.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IGtB0d
via Latest Gujarati News
0 Comments