કુલ ૧૬ લોકસભા ચૂંટણીમાં ૪૪૨૨૬ અપક્ષોમાંથી ૨૨૬ સાંસદ બન્યા


કોઇ પણ રાજકિય પક્ષમાં જોડાયા વીના ચૂંટણીમાં ઉમેદવાર તરીકે અપક્ષ રહેવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે અપક્ષો વિશે એવી માન્યતા છે કે તેઓ ચૂંટણીમાં લડવા નહી પરંતુ નડવા માટે ઝંપલાવે છે. ઘણી વાર પાર્ટીથી નારાજ થઇને કે નેતાઓ અપક્ષ ઉભા રહીને મતો તોડતા હોય છે. ચોકકસ વૉટ બેંક ધરાવતા કેટલાક નેતાઓ પણ રાજકિય સોદાબાજી માટે અપક્ષ તરીકે ચૂંટણીના મેદાનમાં ઝુકાવે છે પરંતુ આ રીતે દેશનો કોઇ પણ લાયક નાગરીક પક્ષીય રાજકારણમાં ઝંપલાવ્યા વિના પણ સાંસદમાં પહોંચી શકે છે.

એક માહિતી મુજબ ૧૯૫૧ થી ૨૦૧૪ સુધીના ૧૬ લોકસભા ચૂંટણીમાં ૪૪૨૨૬ ઉમેદવારોએ અપક્ષ તરીકે ઉભા રહયા છે. જેમાંથી માત્ર ૨૨૬ ઉમેદવારો જ સંસદમાં પહોંચી શકયા છે. જેમાંથી ૪૩૫૩૬ અપક્ષ ઉમેદવારોની ડૂપોઝિટ ડૂલ થઇ છે. ૧૯૫૧માં યોજાયેલી લોકસભાની પ્રથમ ચૂંટણીમાં ૧૮૭૪ ઉમેદવારોમાંથી ૫૩૩ અપક્ષ હતા જેમાંથી ૩૭ લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા જયારે ૩૬૦ની ડૂપોઝિટ જમા થઇ હતી. આ પ્રથમ લોકસભા ચૂંટણીમાં ગુજરાતની મહેસાણા પશ્ચીમ બેઠક પરથી કિલાચંદ તુલસીદાસ અને બરોડા વેસ્ટમાંથી ઇન્દુભાઇ અમીન  અપક્ષ ચૂંટાયા હતા.

૧૯૫૭ની બીજી લોકસભા ચૂંટણીમાં બેઠકોની સંખ્યા ૪૮૯થી વધારીને ૪૯૪ કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ૧૫૧૯ ઉમેદવારોમાંથી ૪૮૧ અપક્ષ હતા જેમાંથી ૪૨ અપક્ષ ઉમેદવારો ચૂંટાયા હતા. ૧૯૫૭ની લોકસભામાં ગુજરાતની મહેસાણા, પાટણ, અમદાવાદ અને ખેડા બેઠક પરથી અપક્ષ ઉમેદવારો લોકસભા ચૂંટણી જીત્યા હતા .અમદાવાદ બેઠક પરથી ઇન્દુલાલ યાજ્ઞિાકે અપક્ષ ઉમેદવાર તરીકે ૨.૯૬ લાખ મત મેળવીને સાંસદ બન્યા હતા.

૧૯૬૨ની ત્રીજી લોકસભા ચૂંટણીમાં કુલ ૧૯૮૫ ઉમેદવારો હતા જેમાંથી ૪૭૯ અપક્ષ ઉભા રહયા જેમાંથી ૨૦ ઉમેદવારો લોકસભામાં ચૂંટાયા હતા. ૧૯૬૭માં ચોથી લોકસભા ચૂંટણીમાં ૮૬૬માંથી ૩૫ ઉમેદવારો જીત્યા હતા.

  ૧૯૭૧ના લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોની સંખ્યામાં ધરખમ વધારો થયો હતો. કુલ ૨૭૮૪ ઉમેદવારો હતા જેમાંથી અપક્ષોની સંખ્યા હજારને પાર કરીને ૧૧૩૪ની થઇ હતી. જેમાંથી અપક્ષો લોકસભામાં ચૂંટાયા હતા જયારે ૧૦૬૬ની અનામત રકમ જમા થઇ હતી. ત્યાર પછીના ત્રણ ઇલેકશન ૧૯૭૪માં નવ  ૧૯૮૦ નવ અને ૧૯૮૪ માંત્ર ૫ અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીત્યા હતા.લોકસભાના ૯ માં ઇલેકશનમાં કુલ ૬૧૬૦ ઉમેદવારો ઉભા રહયા હતા જેમાંથી ૩૭૧૨ અપક્ષો હતા. જયારે માત્ર ૧૨ અપક્ષ ઉમેદવારો લોકસભામાં ચૂંટાયા હતા.



૧૯૯૧માં ૧૦ મી લોકસભા માટે કુલ ૮૭૪૯ ઉમેદવારોમાંથી ૫૫૪૬ અપક્ષ હતા પરંતુ માત્ર ૫ વિજેતા બન્યા હતા. ૧૯૯૬ની ૧૧મી લોકસભા ચૂંટણીમાં કુલ ઉમેદવારોની સંખ્યા ૧૩૯૫૨ હતી જેમાં ૧૦૬૩૫ અપક્ષ ઉમેદવાર હતા. જેમાંથી માત્ર ૯ અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા.કુલ ૧૦૬૦૪ અપક્ષોની ડિપોઝીટ જમા થઇ હતી. ૧૨મી લોકસભા ચૂંટણીમાં ૪૭૫૦ અને ૧૩મી લોકસભા ચૂંટણીમાં ૪૬૪૮ અપક્ષો મેદાનમાં હતા. જયારે આ બંને લોકસભા ચૂંટણીમાં માત્ર ૬ અપક્ષ લોકસભામાં ચૂંટાયા હતા. 

૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં ૫૪૩૫ ઉમેદવારોમાંથી ૨૩૮૫ અપક્ષ ઉમેદવાર હતા. જેમાંથી માત્ર ૫ જીત્યા અને ૨૩૭૦ની ડિપોઝિટ જમા થઇ હતી. વર્ષ ૨૦૦૯માં ૧૫મી લોકસભામાં ૮૦૭૦ ઉમેદવારોમાંથી ૩૮૩૧ અપક્ષ હતા જેમાંના માત્ર ૯ અપક્ષ જીત મેળવી હતી. ૨૦૧૪ની ૧૬ મી લોકસભા ચૂંટણીમાં કુલ ૮૨૫૧ ઉમેદવારો મેદાનમાં હતા જેમાંથી ૩૨૩૪ અપક્ષ ઉમેદવાર હતા. તેમાંથી માત્ર ૩ ઉમેદવાર વિજેતા બન્યા અને ૩૨૧૮ની ડિપોઝિટ જમા થઇ હતી.૧૬ મી લોકસભામાં સૌથી ઓછા માત્ર ૩ અપક્ષ ઉમેદવાર ચૂંટાયા હતા.

 ૧૯૫૭ની લોકસભા ચૂંટણીમાં ૪૮૧ માંથી સૌથી વધુ ૪૨ અપક્ષ ચૂંટાયા હતા.

૧૯૬૭માં ચોથી લોકસભા ચૂંટણીમાં ૮૬૬માંથી ૩૫ ઉમેદવારો જીત્યા હતા.

અપક્ષોની સૌથી ઓછી ડિપોઝીટ ડૂલ ૧૯૫૭ની લોકસભા ચૂંટણીમાં થઇ હતી 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gygqw2
via Latest Gujarati News

Post a Comment

0 Comments