
વિશ્વની સૌથી વિશાળ લોકશાહી ધરાવતા ભારત દેશની ચૂંટણી પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે. અમેરિકામાં એક વ્યકિતના મતદાન પાછળ ૧૭૫૦ રુપિયા જયારે ઘાનામાં અંદાજે ૫૦ રુપિયા ખર્ચ થાય છે. ભારતમાં ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ૩૦૦૦ કરોડનો ખર્ચ થયો હતો. વર્તમાન વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં બમણા કરતા પણ વધારે ખર્ચ થવાની શકયતા છે.
એક માહિતી મુજબ વિશ્વના નાના મોટા ૨૦૦ દેશોમાંથી માત્ર ૫૬ દેશોએ લોકશાહી શાસન પ્રણાલી અપનાવી છે. જેમાં ભારત, અમેરિકા, ફ્રાંસ, જર્મની, ઇઝરાયલ, ઇગ્લેન્ડ, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ જેવા મહત્વના દેશોનો સમાવેશ થાય છે.
૭ અબજ વસ્તી ધરાવતી દુનિયાનો દર દર ત્રીજે વ્યકિત તાનાશાહી શાસન હેઠળ દબાયેલો છે. જેમાં અડધા કરતા પણ વધુ ચીનના નાગરીકો છે. વિશ્વના જે દેશોમાં નિરંકૂશ તાનાશાહી ચાલે છે તેમાં ચીન ઉપરાંત સાઉદી અરબ, ઇરાન, કુવૈત, સીરિયા, ઓમાન, કતર, યુએઇ, બેલારુસ, અઝરબૈઝાન, કયૂબા, વિયેટનામ અને તૂર્કમેનિસ્તાનનો સમાવેશ થાય છે.
લોકતંત્ર બાબતે આફ્રિકાના લોકોેને પણ સારો અનુભવ નથી. ચૂંટણીમાં હાર થયા પછી ૮૦ ટકા શાસકોને હિંસા અને બળપ્રયોગથી બદલવા પડયા છે. ૧૯૬૦ થી ૭૦ના દાયકામાં જે અરાજકતા જોવા મળતી હતી ઘટી છે તેમ છતાં નિર્મૂળ થઇ નથી. ઘણા દેશો એવા પણ છે જેની લોકતાંત્રિક પ્રણાલી અને બંધારણમાં મૂળભૂત ખામી હોવાથી તાનાશાહો મોકો શોધીને સરકાર ગબડાવી દે છે. પાડોશી દેશ પાકિસ્તાનની ચૂંટાયેલી સરકાર અને આર્મી વચ્ચેની કસમકસ ચાલતી રહે છે.છેલ્લા ૭૦ વર્ષમાં ૩૫ વર્ષ ચૂંટાયેલી સરકારોને ઉથલાવીને સૈન્યએ સરકાર ચલાવી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IJkBXr
via Latest Gujarati News
0 Comments