લોસ એંજલ્સ તા.27 એપ્રિલ 2019, શનિવાર
હોલિવૂડના સિનિયર ફિલ્મ સર્જક સ્ટીવન સ્પીલબર્ગે ફિલ્મ સર્જકોને હાકલ કરતાં કહ્યું હતું કે માત્ર ટેલિવિઝન અને ડિજિટલ પ્લેટફોર્મ માટે ફિલ્મો ન બનાવો, થિયેટરોમાં દેખાડી શકાય એવી પણ ફિલ્મો બનાવો.
સિનેમા ઓડિયો એવોર્ડ સોસાયટીમાં બોલતાં સ્ટીવન સ્પીલબર્ગે ફિલ્મ સર્જકોને કહ્યું હતું કે થિયેટરમાં રજૂ થતી ફિલ્મ જોવાનો અનુભવ અલગ હોય છે. તમે દર્શકોને એવી તક આપો. માત્ર ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પૂરતી ફિલ્મો ન બનાવો.
'એક ફિલ્મ સર્જક તરીકે મારું દ્રઢપણે માનવું છે કે તમે દર્શકોને થિયેટરમાં ફિલ્મ માણવાની તક આપો. એ અનુભવ અલગ છે અને થિયેટરમાં ફિલ્મ જોવાનો આનંદ અલગ છે. થિયેટરો બંધ ન થઇ જાય અને કાયમ ટકી રહે એ જોવાની જવાબદારી આપણા સૌની સહિયારી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DBBzDT
via Latest Gujarati News
0 Comments