મુંબઇ તા.27 એપ્રિલ 2019, શનિવાર
હોનહાર અભિનેત્રી કૃતિ સનોન ફરી એકવાર ફિલ્મ નિર્માતા દિનેશ વીજન અને ડાયરેક્ટર લક્ષ્મણ ઉટેકર સાથે એક ફિલ્મ કરશે એવી જાણકારી મળી હતી.
આ ફિલ્મ સરોગસી (નિઃસંતાન દંપતીને પોતાની કૂખ ભાડે આપનારી મહિલા)ની કથા ધરાવે છે. અત્યારે એનું ટાઇટલ મમ્માં મિયા નક્કી કરાયું છે. આ ફિલ્મ હાલ સ્ક્રીપ્ટીગ લેવલે છે એેવી માહિતી દિનેશ વીજનના પ્રવક્તાએ આપી હતી.
આ ફિલ્મ મૂળ હિટ મરાઠી ફિલ્મ મલા આઇ વ્હાયચંય (મારે માતા બનવું છે ) પર આધારિત છે. દિનેશ વીજને એના રાઇટ્સ ખરીદી લીધા હતા અને એને હિન્દીમાં રજૂૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.
જો કે દિનેશે એવો દાવો કર્યો હતો કે અમે મૂળ સ્ટોરીમાં આમૂલ પરિવર્તન કરીને નવી સ્ટોરીલાઇન તૈયાર કરી છે એટલે અમારી ફિલ્મ મરાઠી ફિલ્મની હિન્દી રિમેક કહી શકાય નહીં. મરાઠી ફિલ્મ તો વરસો પહેલાં બની હતી. અત્યારે વાતાવરણ અને સંજોગો ઘણા બદલાઇ ચૂક્યાં છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IUwtWG
via Latest Gujarati News
0 Comments