શ્રીલંકામાં થયેલા વિસ્ફોટ અતિ ક્રૂર અને માનવતા પર પ્રહાર : વિશ્વના નેતાઓએ હુમલાને વખોડયો


વેટીકન સિટી, તા.21 એપ્રિલ, 2019, રવિવાર

શ્રીલંકામાં ઇસ્ટર સંડેને ધ્યાનમાં રાખીએ થયેલા આત્મઘાતી વિસ્ફોટને સમગ્ર વિશ્વના નેતાઓે વખોડી કાઢ્યા હતા સાથે મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. પોપ ફ્રાંસિસ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, બ્રિટનના વડા પ્રધાન થેરેસા મે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન, ચીન, રશિયા સહીતના મોટા ભાગના દેશોએ આ હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી હતી.

સાથે પોપ ફ્રાન્સિસે સમગ્ર વિશ્વના નેતાઓને પોતાના અંગત મતભેદો અને મનબેદોને ભુલીને આતંકવાદ સામે એક થવાની અપીલ કરી હતી અને વિશ્વ શાંતી માટે નેતાઓને હાથ મિલાવવા વિનંતી કરી હતી. 

પોપ ફ્રાન્સે જણાવ્યું હતું કે હું ઇશ્વરને પ્રાર્થના કરુ છું કે આ હથિયારો અને હિંસાની રેસના અંત માટે વિશ્વના દેશો એક થાય. જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે આ હુમલા બાદ મારુ હ્ય્દય દ્વવી ઉઠયું છે. જે લોકો માર્યા ગયા તેમને મારી શ્રદ્ધાંજલી પાઠવુ છું.

બ્રિટનના વડા પ્રધાન થેરેસા મેએ જણાવ્યું હતું કે આ હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરુ છું. મૃતકો અને તેમના પરિવારજનો માટે પ્રાર્થના કરું છું. જ્યારે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરીસને જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા આ દુ:ખદ ઘટનામા શ્રીલંકન નાગરીકોની સાથે છે.  અન્ય દેશો જેમ કે ચીન, રશિયા, ન્યૂ ઝિલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, યૂરોપિયન નેતાઓએ પણ આ હુમલાની નિંદા કરી હતી.

ઇમરાન ખાને જણાવ્યું હતું કે પાકિસ્તાન આ દુ:ખદ સમયમાં શ્રીલંકન નાગરીકોની સાથે છે, અમે આ આતંકી વિસ્ફોટની આકરા શબ્દોમાં નિંદા કરીએ છીએ અને આતંકવાદને કોઇ પણ સંજોગોમાં સહન નહીં કરીએ. જ્યારે તુર્કીના પ્રમુખ રીકે ટયીપે જણાવ્યું હતું કે શ્રીલંકામાં થયેલો આ વિસ્ફોટ માનવતા પર પ્રહાર છે. કતાર, બેહરીન, યુએઇ દરેકે પોતાના વિદેશ મંત્રાલય દ્વારા આ ઘટનાની નિંદા કરી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી હતી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PlOPkw
via Latest Gujarati News

Post a Comment

0 Comments