બાબરી મસ્જિદ તોડવાનું ગૌરવ : પ્રજ્ઞાને ચૂંટણી પંચે વધુ એક નોટીસ ફટકારી


બાબરી મસ્જિદ તોડવા માટે અમને ઇશ્વર પાસેથી શક્તિ મળી હતી, દેશ પરનો ડાઘ દુર કર્યો તેવો સાધ્વીનો દાવો 

ભોપાલ, તા.21 એપ્રિલ, 2019, રવિવાર

વિસ્ફોટના આરોપી અને જામીન પર છુટેલા ભાજપના લોકસભાના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે વધુ એક નિવેદન આપી વિવાદ જગાવ્યો છે. હાલ બાબરી મસ્જિદનો મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે એવામાં પ્રજ્ઞા ઠાકુરે આ વિવાદ અંગે નિવેદન કર્યુ હતું અને જણાવ્યું હતું કે બાબરી મસ્જિદ તોડવામાં હું પણ સામેલ હતી અને તેનું મને ગૌરવ છે. સાથે સાધ્વીએ દાવો કર્યો હતો કે અમે આ સ્થળે રામ મંદિર બનાવીને જ રહીશું. 

બીજી તરફ સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણી પંચે સતત બીજી નોટિસ ફટકારીને આ નિવેદન બદલ જવાબ માગ્યો છે. ચૂંટણી પંચે પ્રજ્ઞાના નિવેદનની નોંધ લઇને જણાવ્યું હતું કે તેમણે બે કોમ કે જાતી વચ્ચે ઘર્ષણ થાય તે પ્રકારનું ઉશ્કેરણી જનક નિવેદન આપ્યું છે તે સ્પષ્ટ થાય છે.

આ પહેલા પણ હેમંત કરકરે અંગે નિવેદન કરીને વિવાદ જગાવ્યો હતો ત્યારે પણ ચૂંટણી પંચે નોટિસ ફટકારી હતી. આ સ્થિતિ વચ્ચે હવે ફરી નોટીસ ફટકારી છે સાથે દરેક પક્ષોને કહ્યું છે કે આ પ્રકારના ભડકાઉ નિવેદનોથી પોતાના પક્ષો અને નેતાઓને દુર રાખવામાં આવે. 

પ્રજ્ઞાએ અગાઉ જણાવ્યું હતું કે હું ઇશ્વરનો આભાર માનુ છુ કે તેણે મને મસ્જિદ પર ચડી જઇને તેને તોડવાની તાકાત આપી, અમે જે કર્યું તેનુ અમને ગૌરવ છે, દેશ પર લાગેલા ડાઘને અમે દુર કર્યો હતો તેવો દાવો સાધ્વીએ કર્યો હતો. 

સાધ્વી પ્રજ્ઞા બ્લાસ્ટના આરોપી છે અને હાલ તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા, જે સાથ જ તેમને ભાજપની ભોપાલ બેઠક પરથી ટિકિટ મળી ગઇ હતી. પ્રજ્ઞા ઠાકુરે છુટતા જ મુંબઇ હુમલામાં શહીદ થયેલા ઓફિસર હેમંત કરકરેનું અપમાન કરતુ નિવેદન કર્યું હતું. ત્યારે હવે હિંદુત્વ કાર્ડ ખેલ્યું છે અને ફરી બાબરી મસ્જિદ અને રામ મંદિરનો મુદ્દો ચગાવ્યો હતો. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZlZvnX
via Latest Gujarati News

Post a Comment

0 Comments