કોંગ્રેસ પ્રમુખ કહેશે તો વારાણસીમાંથી મોદીની સામે ચૂંટણી લડવાની મજા આવશે : પ્રિયંકા


નવી દિલ્હી, તા.21 એપ્રિલ, 2019, રવિવાર

ઉત્તર પ્રદેશ પૂર્વના કોંગ્રેસના ઇનચાર્જ પ્રિયંકા ગાંધીએ આજે કહ્યું હતું કે જો કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી કહેશે તો હું વારાણસીમાંથી ચૂંટણી લડીશ. ઉલ્લેખનીય છે કે વારાણસી એ મોદીનો મત વિસ્તાર છે અને જો પ્રિયંકા ત્યાંથી ચૂંટણી લડે તો આખા દેશની નજર ત્યાં ટકી રહે. પ્રિયંકા ગાંધી એ આજે રાહુલ ગાંધી માટે કેરળનના વાયનાડમાં પ્રચાર કર્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે વારાણસીમાંથી ચૂંટણી લડશો તો પ્રિયંકા એ કહ્યું હતું કે 'તમને જાણ થઇ જશે. જો અમારા પ્રમુખ મને ચૂંટણી લડવા કહેશે તો મને આનંદ થશે'

કેરળમાં તેમણે અનેક મુદ્દાઓ પર વાત કરી. ભાજપની નવી શોધ સાધવી પ્રજ્ઞાાએ શહીદ હેમંત કરકરે માટે જે શબ્દો કહ્યા હતા તે અંગે પ્રિયંકા આ આક્રોશપૂર્ણ કહ્યું હતું કે શહીદ તો શહીદ હોય છે. 

આ મામલે ભાજપનું વલણ અમારી સમજની બહા છે. કરકરે દેશ માટે શહીદ થયા હતા.તેમણે કુરબાની આપી હતી. શહીદોના કારણે આજે આપણે દેશમાં આઝાદીથી હરીફરી શકીએ છીએ. તેમના માટે આવા શબ્દો યોગ્ય નથી.તેમનું અપમાન એ દેશનું અપમાન છે. પ્રિયંકા ગાંધીએ ઉમા ભારતી પર પણ પ્રહાર કર્યા હતા.

 ભારતીએ કહ્યું હતું કે ચોરની પત્નીને લોકો શું કહેશે, આના જવાબમાં પ્રિંયંકાએ કહ્યું હતું કે આવા લોકો ગમે તે બકવાસ કરે છે. તેઓ અમારા પરિવાર માટે એલફેલ બોલ્યા જ કરે છે. પરંતુ અમારી ફરજ તો કર્મ કરવાની છે જે અમે કરીએ છીએ.

તેમણે સંરક્ષણ મંત્રીના એ સવાલોનો પણ જવાબ આપ્યો હતો કે જેમાં તેમણે કહ્યું હતું કે અમેઠીનો વિકાસ થયો નથી. 'હું નાનપણથી અમેઠી જાઉં છું. મને ખબર છે ત્યાં કેટલો વિકાસ થયો છે. અમેઠીમાં ખૂબ કામ થયા છે અને હજુ વધુ કામ થશે'એમ તેમણે કહ્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UAzeyI
via Latest Gujarati News

Post a Comment

0 Comments