છત્તીસગઢમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, બે માઓવાદી ઠાર


(પીટીઆઈ) રાયપુર, તા.21 એપ્રિલ, 2019, રવિવાર

છત્તીસગઢના બીજાપુરમાં રવિવારે ગ્રેહાઉંડ્સ ફોર્સ અને રાજ્ય પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બે નક્સલીઓ ઠાર મરાયા છે. પોલીસ અને ગ્રેહાઉંડ્સ ફોર્સ પામેડ ગામના જંગલોમાં શોધ અભિયાન ચલાવી રહી હતી તે સમયે નક્સલીઓ સાથે મૂઠભેડ જામી હતી જેમાં બે નક્સલીઓને ઠાર માર્યા હતા. 

નક્સલ વિરોધી ઓપરેશનના જનરલ સુંદરરાજ પીએ જણાવ્યા મુજબ ગુપ્ત બાતમીને આધારે ગ્રેહાઉંડ્સની એક ટીમે છત્તીસગઢ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ(એસટીએફ) અને જિલ્લા દળે આંતર-રાજ્યસીમા સાથે નક્સલ વિરોધી અભિયાન શરુ કર્યું હતું. આ અભિયાન રાજ્યની રાજધાની રાયપુરથી આશરે ૫૦૦ કિમી દૂર શરુ કરવામાં આવ્યું હતું. નક્સલીઓ તરફથી ગોળીબારના અવાજ બંધ થયા બાદ તે વિસ્તારમાં શોધખોળ કરતા બે નક્સલીઓના શબ મળી આવ્યા હતા અને કેટલાક હથિયાર પણ મળી આવેલા. 

પોલીસે ઘટના સ્થળેથી મળી આવેલા હથિયારો જપ્ત કર્યા છે અને તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા મહિનાઓથી રાજ્યમાં નક્સલીઓ દ્વારા કરવામાં આવતા હુમલાઓનું પ્રમાણ ઔવધ્યું છે. શનિવારે પણ પોલીસને મોટી સફળતા મળી હતી અને તેમણે દાંતેવાડામાંથી ત્રણ નક્સલીઓની ધરપકડ કરી હતી. છત્તીસગઢમાં ૨૩ એપ્રિલના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZpEXuQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments