મંગળવારે ત્રીજા તબક્કામાં 14 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશની 115 બેઠકો પર મતદાન


આસામની ચાર, બિહારની પાંચ, છત્તીસગઢની સાત, કાશ્મીરની એક, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 14, ઓડિશાની છ, ઉ. પ્રદેશની 10 બેઠકો અને પશ્ચિમ બંગાળની પાંચ બેઠકોનો સમાવેશ

નવી દિલ્હી, તા.21 એપ્રિલ, 2019, રવિવાર

લોકસભાની ચૂંટણીના સાત પૈકી બે તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે જ્યારે હવે ૨૩મીએ ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. જેને પગલે રવિવારે જ દેશમાં પ્રચાર પડઘમ શાંત પડી ગયા હતા અને નેતાઓએ ત્રીજા તબક્કા માટે અનેક રેલીઓ કરી હતી. 

હવે ત્રીજા તબક્કાના મતદાન બાદ જ રેલીઓ યોજાશે. ત્રીજા તબક્કામાં જે રાજ્યોમાં બધી જ બેઠકોમાં આ એક જ તબક્કામાં મતદાન થવાનું છે તેમાં ગુજરાતની ૨૬ બેઠકો, કેરળની ૨૦, ગોવાની ૨ અને દાદરા નગર હવેલી અને દીવની ૧-૧ બેઠકનો સમાવેશ થાય છે જ્યારે કુલ ૧૪ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ મળી ૧૧૫ બેઠકો પર મતદાન યોજાશે. 

અન્ય જે રાજ્યોની કેટલીક બેઠકો પર મતદાન થવાનું છે તેમાં આસામની ચાર, બિહારની પાંચ, છત્તીસગઢની સાત, જમ્મુ-કાશ્મીરની એક, કર્ણાટકની ૧૪, મહારાષ્ટ્રની ૧૪, ઓડિશાની ૬, ઉત્તર પ્રદેશની ૧૦ બેઠકો અને પશ્ચિમ બંગાળની પાંચ બેઠકોનો સમાવેશ થાય છે. જે નેતાઓનું ભાવી આ ત્રીજા તબક્કાના મતદાનમાં નક્કી થવાનું છે તેમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ, રાહુલ ગાંધી, સપાના મુલાયમસિંહનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રમાં જલના બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે કે જ્યાં રાજ્યના ભાજપના પ્રમુખ રાવસાહેબ કિસ્મત અજમાવશે. તેની સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા વિલાસ ઔતડે ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે બારામતીમાં સુપ્રીયા સુલે ભાજપના ઉમેદવાર કંચન કુલને ટક્કર આપશે. 

તેવી જ રીતે કર્ણાટકમાં ગુલબર્ગામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેની ટક્કર ભાજપમાં જોડાયેલા ઉમેશ જાધવ સામે થશે. અંતીમ દિવસે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ, મુલાયમસિંહ યાદવ સહીતના નેતાઓએ પ્રચાર કર્યો હતો અને વિવિધ રાજ્યોમાં રેલીઓને ગજવી હતી.

 આ તબક્કાનો પ્રચાર ભારે વિવાદોમા પણ રહ્યો હતો અને સૌથી વધુ વિવાદ ઉત્તર પ્રદેશના સપાના નેતા આઝમ ખાનના નિવેદનથી થયો હતો જેણે જયા પ્રદા અંગે વિવાદિત ટીપ્પણી કરી હતી. જ્યારે યોગી આદિત્યનાથ, માયાવતી, મેનકા ગાંધીના વિવાદિત નિવેદનને પગલે તેમના પ્રચાર પર થોડા સમય માટે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GDzVSX
via Latest Gujarati News

Post a Comment

0 Comments