લોકસભાની ચૂંટણી ટાણે જ ભાજપના એક નેતાનું સેક્સ કૌભાંડ બહાર આવ્યું

અમદાવાદ, તા. 20 એપ્રિલ 2019, શનિવાર

લોકસભાની ચૂંટણીના મતદાનના ત્રણ દિવસ પહેલા જ ગુજરાતના કચ્છના એક નેતાનું સેક્સ સ્કેન્ડલ બહાર આવ્યું છે. આ નેતા પોતાની પ્રેમિકા જોડે વાતચીત કરે છે તેની ઓડિયો ક્લિપિંગ તેમજ બે પ્રેમિકાઓ ઝઘડે છે તેની ઓડિયો કિલપિંગમીડિયા પર વાયરલ થઇ છે. જેમાં બન્ને પ્રેમિકાઓ બેફામ ગંદી ગાળો બોલી રહી છે તેમજ ભાજપના નેતા પણ ઓછા ઊતર્યા નથી.

જોકે, પ્રેમિકા દ્વારા તેમને ધમકાવ્યા હતા તેઓ વધુ બોલી શકતા નથી અને દબાયેલા હોય તેવું જણાય રહ્યું છે. જે 5 ઓડિયો ક્લિપિંગ વાયરલ થઈ છે તે સવા મિનિટથી લઈને સવા 7 મિનિટ સુધીની છે. જેમાં આ મંત્રી પોતાની પ્રેમિકાને ટેલીફોન પર એવું કહે છે કે,‘હું ભૂતકાળને વાગોળવાનું છું વર્તમાનમાં તને પ્યાર કરું છું ભવિષ્યમાં કરતો રહીશ’ આવું સાંભળ્યા બાદ સામેથી થેન્ક યુ માય ડીયર થેન્ક્યુ એવા શબ્દો પ્રેમિકા બોલે છે.

જોકે ત્યાર પછી થોડીક વાતો પણ થાય છે જેમાં નેતા એવું કહે છે કે સવારે ઉઠીને તને ચાટવાની શી જરૂર છે હજુ મેં ભગવાનની પૂજા પણ કરી નથી આવું સાંભળી પ્રેમિકા ખડખડાટ હસી પડે છે અને એવું કહે છે કે તમે મારી લાઈફ છો તમે મારા ધણી છો my husband છો અને રહેશો. ત્યારબાદ પ્રેમિકા આ નેતાને શિખામણ આપી રહી છે કે છે કે સવારમાં તમે ગંદી ગાળો બોલવાને બદલે ભગવાનનું નામ લો.

ગુજરાતના આ નેતા એક મહિલા સાથે સેક્સ સબંધની રાસલીલાની અભદ્ર અને બિભસ્ત શબ્દોમાં વાતચીત કરે છે. અત્રે નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કચ્છની મહિલાઓને શારીરિક શોષણ કરતા આવ્યા છે જેથી કચ્છ બદનામ થયું છે.

ખારેક અને ઘઉં જેવા કોડવર્ડથી મહિલાઓ સાથે સેક્સ સબંધ બનાવેલ છે જે ભૂતકાળના ઓડીઓ ક્લિપમાં સાંભળેલી જ છે. ભૂતકાળમાં નલિયાકાંડ પણ વિધાનસભામાં ચમક્યું હતું જેના માટે સરકારે એક તપાસ કમીશનની રચના કરી છે. બીજીબાજુ તાજેતરમાં જ આવા જ સ્ટોરમાં ભાજપના બે નેતાઓ ઝઘડ્યા હતા જેમાં જયંતી ભાનુશાળીની ઘાતકી હત્યા કરી દેવાઈ છે જેના આરોપમાં ભાજપના બીજા નેતા હાલમાં જેલમાં છે.

નેતાની આવી ક્લિપિંગ ઓ સાંભળ્યા બાદ સોશિયલ મીડિયા ઉપર ભાજપના કાર્યકરો જ બળાપો ઠાલવી રહ્યા છે કે કોઈ મંત્રી પદ ધારણ કરે છે ત્યારે મંત્રી ઈશ્વર અને ધર્મના સોગંદ ખાય છે કે અન્યાય અનીતિ આચરિસ નહીં સદા સત્ય પર ચાલીસ તેવી પ્રતિજ્ઞા લે છે રાજ્યપાલની સાક્ષીમાં.

આવા સોંગદ લીધેલ વ્યક્તિ જ જો ચરિત્રહીન કામ કરે તો કચ્છની બેટીઓને બચાવવાની માંગ ઉપડી છે. કચ્છમા ભાજપના એક ટોચના નેતાની આ હરકતથી કચ્છ ફરી સરમસાર થયો છે આ પ્રકારના મેસેજ વાયરલ થઈ રહ્યા છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GuW31s
via Latest Gujarati News

Post a Comment

0 Comments