આતંકી મસૂદને સાધ્વી પ્રજ્ઞાએ શ્રાપ આપ્યો હોત તો સર્જિકલ સ્ટ્રાકની જરૂર ઉભી થાત નહીં : દિગ્વિજય સિંહ

ભોપાલ, તા. 28 એપ્રિલ 2019, રવિવાર

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ લોકસભા બેઠક પરથી બીજેપીએ ફાયરબ્રાંડ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ટિકિટ આપતા દેશની વીઆઇપી બેઠકમાં સામેલ થઇ ગઇ છે. સાધ્વી પ્રજ્ઞા એક પછી એક વિવાદિત નિવેદન આપી રહીં છે. 

પહેલા 26/11 હુમલામાં શહીદ હેમંત કરકરેને લઇને વિવાદિત નિવેદન આપ્યું હતું ત્યાર બાદ બાબરી મસ્જિદ તોડવામાં હું પણ સામેલ હતી અને તેનું મને ગૌરવ છે. સાથે સાધ્વીએ દાવો કર્યો હતો કે અમે આ સ્થળે રામ મંદિર બનાવીને જ રહીશું. ચૂંટણી પંચે પહેલી નોટિસ ફટકારી તો સાધ્વી પ્રજ્ઞાએ બીજુ વિવાદિત નિવેદન આપી દીધું. ચૂંટણી પંચની નોટિસ બાદ સાધ્વીએ દિગ્વિજય સિંહને આતંકવાદી કહ્યાં હતા. 

વિવાદ વકરતા સાધ્વી પ્રજ્ઞાએ સફાઇ આપતા કહ્યું કે તેમને દિગ્વિજયને ક્યારેય આતંકવાદી કહ્યાં નથી. જોકે, સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પછી પણ દિગ્વિજય સિંહે ભોપાલમાં એક રેલી દરમિયાન કહ્યું કે,‘પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતુ કે આતંકવાદી હુમલામાં શહીદ થયેલી એટીએસ ચીફ હેમંત કરકરેને સર્વનાશ નો શ્રાપ આપ્યો હતો. જો સાધ્વીએ આવો શ્રાપ આતંકવાદી મસૂદ અઝહરને આપ્યો હતો સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જરૂર ઉભી થાત નહીં.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VDBjOZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments