નવી દિલ્હી, તા. 8 એપ્રિલ 2019, સોમવાર
દેવબંધ ખાતેથી સપા-બસપા ગઠબંધનના હુંકાર બાદ આજે કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે ઉતરશે. બંને નેતાઓ આજે એ જ સહારનપુર લોકસભા ક્ષેત્રમાં પોતાના પ્રચારનો આરંભ કરશે જ્યાં રવિવારે સપા-બસપા અને આરએલડી મહાગઠબંધનની પહેલી સંયુક્ત રેલી થઇ હતી.
આ રેલીમાં બસપા સુપ્રીમો માયાવતીએ ખુલ્લેઆમ સહારનપુરના મુસ્લિમોને વોટ ન વહેંચવાની અપીલ કરીને કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો. એવામાં અત્યાર સુધી મહાગઠબંધન પ્રત્યે નરમ વલણ ધારણ કરી રહેલાં રાહુલ અને પ્રિયંકા સહારનપુર ખાતે કયા અંદાજમાં માયાવતીના મુસ્લિમ કાર્ડનો જવાબ આપશે એ જોવું રસપ્રદ રહેશે.
પશ્ચિમ યૂપીની જે આઠ બેઠકો પર પહેલા તબક્કાનું 11 એપ્રિલે મતદાન થવાનું છે એમાં સહારનપુરમાં કોંગ્રેસની સ્થિતિ સૌથી મજબૂત છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં મોદીલહેર હોવા છતાં કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન મસૂદ ભાજપના વિજયી ઉમેદવાર રાઘવ લખનપાલથી માત્ર 65 હજાર વોટથી પાછળ રહી ગયા હતાં. સહારનપુર લોકસભા ક્ષેત્રમાં લગભગ 38 ટકા મુસ્લિમ છે જેના પર કોંગ્રેસની નજર છે અને બસપાને મુસ્લિમ વોટ બેંક વહેંચાઇ જવાનો ડર સતાવી રહ્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2FYeBHn
via Latest Gujarati News
0 Comments