(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.7 એપ્રિલ 2019,રવિવાર
કેટરિના કૈફ બોલીવૂડની ટોપ અભિનેત્રીમાં સામેલ છે. સોશિયલ મીડિયા પર પણ તેના ઘણા ચાહકો છે. કેટરિનાની ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા ૨૦ મિલિયન એટલે કે બે કરોડ થઇ ગઇ છે.
અભિનેત્રીએ આનો આનંદ એક વીડિયો દ્વારા વ્યક્ત કર્યો છે. કેટરિના આ વીડિયોમાં નાચતી જોવા મળી રહી છે. સમુદ્ર કિનારે કેટરિના પોતાના ફોલોઅર્સ વધ્યાની ખુશીમાં ઝુમી રહી છે. આ વીડિયો દ્વારા તેણે પોતાના ચાહકોનો આભાર પણ વ્યક્ત કર્યો છે.
કેટરિનાએ આ સફળતા ફક્ત બે જ વરસમાં હાંસિલ કરી છે. તેણે ૨૦૧૭માં ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અકાઉન્ટ બનાવ્યો હતો. સલમાને જ તેને ચાહકોના સંપર્કમાં રહેવાની સલાહ આપી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2G6fsa3
via Latest Gujarati News
0 Comments