કાર્તિક આર્યને જેકલિન ફર્નાન્ડિઝ સાથેની ફિલ્મ છોડી દીધી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.7 એપ્રિલ 2019,રવિવાર

કાર્તિક આર્યને જેકલિન ફર્નાન્ડિઝ સાથેની ફિલ્મ કિરિક પાર્ટી છોડી દીધી હોવાની વાત છે. આ ફિલ્મની ઘોષણાને લગભગ છ મહિના થઇ ગયા હોવા છતાં ફિલ્મનું શૂટિંગ શરૃ થઇ શક્યું નથી. શા માટે ફિલ્મની શરૃઆત નથી થઇ રહી તે જાણવા મળ્યું નથી.

પરંતુ  ફિલ્મને લઇને નવી ખબર એ છે કે, કાર્તિકે આ ફિલ્મ છોડી દીધી છે. કાર્તિકના ફિલ્મના માંધાતાઓ સાથે ક્રીએટિવ ડિફરન્સ થયા હોવાની વાત બહાર આવી છે. દિગ્દર્શક અભિષેક જૈનને ફિલ્મને ગયા ઓકટોબરમાં શરૃ કરવાની વાત કરી હતી. પરંતુ નિર્માતાઓએ આ સ્ક્રીપ્ટ પર ફરી વિચારવાનો ભાર મુક્યો હતો. ઓરિજનલ કિરીક પાર્ટીનો હ્યુમર અને ચાર્મ ્હિંદીમાં  નહોતો આપતો. 

કન્નડ ભાષાની આ ફિલ્મને હિંદીમાં  લખવામાં  આવતી હતી ત્યારે મૂળ ફિલ્મ જેવો પંચ આવતો નહોતો. તેથી નિર્માતાએ ફરી સ્ક્રીપ્ટ પર વિચાર કરવાનું કહ્યું હતું. પછીથી આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં સુધારા-વધારા કરવામાં આવ્યા હતા, પરંતુ કાર્તિકને આનાથી સંતોષ થયો નહોતો. 

કાર્તિકે નિર્માતાઓ સાથે પોતાના અસંતોષની વાત કરી હતી. તેમજ કાર્તિકે ઇમ્તિયાઝ અલીની લવ આજકલને પહેલાથી તારીખ આપી દીધી હતી જેથી આ બન્ને ફિલ્મોની શૂટિંગની તારીખોનો ટકરાવ થતો હોવાથી કાર્તિકે આ ફિલ્મ છોડી દેવાનો નિર્ણય લીધો. નિર્માતા નવા અભિનેતાની શોધ ચલાવી રહ્યા છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2D4Tfas
via Latest Gujarati News

Post a Comment

0 Comments