(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.7 એપ્રિલ 2019,રવિવાર
સલમાન ખાને પોતાની દબંગ ફિલ્મ ૩ નું શૂટિંગ શરૃ કરી દીધું છે. નર્મદા નદીના કિનારે ચાલી રહ્યા શૂટિંગની તસવીરો પણ જોવા મળી છે. સોનાક્ષી સિંહા પણ આ ફિલ્મમા કામ કરી રહી છે.
કહેવાય છે કે, આ ફિલ્મમાં એક આઇટમ સોન્ગ પણ છે. આ માટે પહેલા સની લિયોનીનું નામ ચર્ચાતું હતું પરંતુ હવે મૌની રોયને ફાઇનલ કરી દેવાની વાત છે.
ફિલ્મના દિગ્દર્શક પ્રભુદેવા અને અરબાઝ ખાન સનીને લેવા ઈચ્છતા હતા. પરંતુ સલમાન ખાને મૌની રોયને પસંદ કરી લીધી હોવાની ચર્ચા છે. સલમાન નથી ઇચ્છતો કે આ ગીત સની કરે. મહત્વની વાત એ છે કે આ સોન્ગમાં સલમાન ખાન પણ જોવા મળવાનો છે.
ઉલ્લેખનીય છે કે, મૂળ દબંગમાં મલાયકા અરોરાએ આઇટમ સોન્ગ કર્યું હતું. ત્યાર બાદ દબંગ ટુમાં કરીના કપૂર ખાન આઇટમ સોન્ગમાં થિરકી હતી. અને હવે ત્રીજી ફિલ્મમમાં મૌની રોય સલમાન સાથે ઠુમકા લગાવતી જોવા મળશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ig1JyY
via Latest Gujarati News
0 Comments