'તમામ મોદી ચોર હોય છે'કહેવા બદલ લલિત મોદીની રાહુલને બ્રિટનની કોર્ટમાં ઘસડી જવાની ધમકી


નવી દિલ્હી, તા. ૧૯

રાહુલ ગાંધીએ એક ચૂંટણી રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવતા જણાવ્યું હતું કે તમામ મોદી ચોર હોય છે. રાહુલની ટિપ્પણી અંગે આઇપીએલના પૂર્વ વડા લલિત મોદીએ ધમકી આપી છે કે તે કોંગ્રેસ પ્રમુખ વિરુદ્ધ કેસ દાખલ કરશે. 

લલિત મોદીએ આજે ટ્વિટર પર જણાવ્યું હતું કે તમામ મોદી ચોર હોવાની હોવાની ટિપ્પણી બદલ હું રાહુલ ગાંધી સામે બ્રિટનની કોર્ટમાં કેસ દાખલ કરીશ. રાહુલની આ ટિપ્પણી તદ્દન ખોટી છે. બીજી તરફ સમગ્ર વિશ્વ જાણે છે કે પાંચ દાયકા સુધી ગાંધી પરિવારે જ ભારતને લૂંટયું હતું.

ઉલ્લેખનીય છે કે એક રેલીમાં રાહુલ ગાંધીએ મોદી શાસનમાં ભાગેડું ઉદ્યોગપતિઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તમામ ચોરોના નામ મોદી કેમ હોય છે? રાહુલના આ નિવેદન પર લલિત મોદી રોષે ભરાયા છે. લલિત મોદીએ જણાવ્યું છે કે રાહુલને આ નિવેદન ભારે પડશે. હું તેમને બ્રિટનની કોર્ટમાં ઘસડી જઇશ. 

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અનેક રેલીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને મોદી અટકવાળા ઉદ્યોગપતિઓને દેશમાંથી ભગાડવા માટે કેન્દ્ર સરકારને દોષિત ઠેરવે છે. 

ઉલ્લેખનીય છે કે ઉદ્યોગપતિ અને આઇપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદી છેલ્લા ઘણા વર્ષોથી લંડનમાં છે. બીજી તરફ પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડી કરનાર નીરવ મોદી પણ ગત વર્ષથી લંડનમાં છે. 

રાહુલ ગાંધીએ ૧૩ એપ્રિલે કરેલી આ ટિપ્પણી બદલ બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલકુમાર મોદીએ પણ તેમની વિરુદ્ધ બદનક્ષીનો દાવો કર્યો છે. સુશીલ મોદીએ બિહારની કોર્ટમાં આઇપીની કલમ ૫૦૦ હેઠળ રાહુલ વિરુદ્ધ ક્રિમિનલ ફરિયાદ દાખલ કરી છે. આ કેસની વધુ સુનાવણી ૨૨ એપ્રિલના રોજ થશે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vdnojz
via Latest Gujarati News

Post a Comment

0 Comments