વોટ્સએપ ઈફેક્ટ, 31 તારીખથી BBMનો સમય થઈ જશે પૂર્ણ


નવી દિલ્હી, 20 એપ્રિલ 2019, શનિવાર

બ્લેકબેરી મેસેંજર જે છેલ્લા સાત વર્ષથી યૂઝર્સ માટે એક્ટિવ છે તે આગામી સમયમાં બંધ થઈ જશે. કંપનીના જણાવ્યાનુસાર 31 મેથી બીબીએમ સર્વિસને બંધ કરી દેવામાં આવશે. કંપનીએ બીબીએમ બંધ કરવાનો નિર્ણય કર્યો છે પરંતુ ઈંડિવિજ્યુઅલ યૂઝર્સ માટે બીબીએમ ઈંટરપ્રાઈઝ સર્વિસ ઉપલબ્ધ હશે. આ સર્વિ એંડ્રોયડ વર્ઝન માટે અવેલેબલ છે અને તેનું આઈઓએસ વર્ઝન પણ ટુંક સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે. 

મહત્વપૂર્ણ છે કે એક સમયે બીબીએમ યૂઝર્સ વચ્ચે ખૂબ પ્રચલિત હતું. આ લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી અને આઈઓએસ યૂઝર્સ માટે પણ તેને ઉપલબ્ધ કરવામાં આવ્યું. પરંતુ જ્યારથી વોટ્સએપ અને ફેસબુક મેસેન્જર માર્કેટમાં આવ્યું ત્યારથી બીબીએમની લોકપ્રિયતા ઘટવા લાગી. તેથી હવે આ સર્વિસને કાયમ માટે બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કંપનીનું જણાવવું છે કે નવા યૂઝર્સ માટે બીબીએમ સર્વિસનો ઉપયોગ કરવો સરળ નથી તેથી તેને બંધ કરવામાં આવી રહી છે. 

બીબીઓએસ અને બ્લેકબેરી 10ના યૂઝર્સ માટે કંપની બીબીએમ મેનેજ કરે છે. જો કે હવે યૂઝર એંડ્રોયડ અને આઈઓએસ યૂઝર્સને ન તો મેસેજ મોકલી શકાશે ન તો મેસેજ રિસીવ કરી શકાશે. હવે યૂઝર્સ બીબીએમઈને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકશે. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UNkhy0
via Latest Gujarati News

Post a Comment

0 Comments