
નવી દિલ્હી, 20 એપ્રિલ 2019, શનિવાર
ફેસબુકના સર્વર પર કરોડો ઈંસ્ટાગ્રામ યૂઝર્સના પાસવર્ડ ટેકસ્ટ ફોર્મેટમાં સ્ટોર થયા છે. કંપનીએ આ વાતની જાણકારી આપતા કહ્યું હતું કે સિક્યોરિટી ઈસ્યુના કારણે આ સમસ્યા સર્જાઈ હતી અને હવે તેને સુધારી લેવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે ગત માસમાં પણ કંપનીના સર્વર પર કરોડો ફેસબુક યૂઝર્સના પાસવર્ડ ટેક્સ્ટ ફોર્મેટમાં સેવ થયા હતા. જ્યારે હવે કંપનીએ જણાવ્યું છે કે ઈંસ્ટાગ્રામના યૂઝર્સની જાણકારી પણ સર્વર પર ઉપલબ્ધ હતી.
સિક્યોરિટી ઈસ્યુના કારણે કરોડો ઈંસ્ટાગ્રામ યૂઝર્સ પ્રભાવિત થયા હતા. જો કે આ પાસવર્ડનો કોઈએ દુરઉપયોગ કર્યો નથી તેમ પણ કંપનીએ જણાવ્યું છે. કંપનીના અધિકારીના જણાવ્યાનુસાર ઈંટરનલ ડેટા સ્ટોરેજમાં યૂજર્સના પાસવર્ડ ટેક્સ્ટ ફોર્મેટમાં સ્ટોર થતા જોવા મળ્યા. ત્યારબાદ યૂઝર્સને આ વાતની સૂચના આપવામાં આવી અને તુરંત તેના પર કામ શરૂ કરી દેવામાં આવ્યું.
માર્ચ માસમાં એક રીપોર્ટમાં સામે આવ્યું હતું કે 20થી 60 કરોડ ફેસબુક યૂઝર્સના પાસવર્ડ પ્લેન ટેક્સ્ટમાં સ્ટોર થયા હતા જેને ફેસબુકના 20 હજાર કર્મચારીઓ જોઈ શકતા હતા. આ ઉપરાંત તાજેતરમાં જ ફેસબુકના 15 લાખ યૂઝર્સના ઈમેલ પણ કોપી થયા છે. આ વાતનો સ્વીકાર પણ કંપનીએ ખુદ કર્યો છે. આ તમામ સમસ્યા ટેકનિકલ ખામીના કારણે થઈ હોવાનું કંપનીએ જણાવ્યું હતું.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PgWvEw
via Latest Gujarati News
0 Comments