મોબાઈલ પોર્ટેબિલિટીની જેમ હવે ગ્રાહકો બદલી શકશે DTH ઓપરેટર


નવી દિલ્હી, 20 એપ્રિલ 2019, શનિવાર

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈંડિયા એટલે કે ટ્રાય દેશમાં એવી સર્વિસ શરૂ કરશે કે જેના કારણે યૂઝર્સ સેટ ટોપ બોક્સ બદલ્યા વિના પોતાના DTH ઓપરેટરને બદલી શકશે. એટલે કે મોબાઈલ પોર્ટેબિલિટીની જેમ ગ્રાહકો પોતાના ઓપરેટર પણ બદલી શકશે. ઓપરેટર બદલવા માટે ગ્રાહકોએ માત્ર સેટ ટોપ બોક્સમાં લગાવેલા કાર્ડને બદલવું પડશે. આ સર્વિસ ડિસેમ્બર માસ સુધીમાં શરૂ થઈ જશે.

ટ્રાયના ચેરમેન આર એસ શર્માના જણાવ્યાનુસાર છેલ્લા બે વર્ષોથી સેટ ટોપ બોક્સ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ કામ હવે પૂર્ણ થવાનું જ છે. આ સમય દરમિયાન ટ્રાયએ કેબલ ઓપરેટર્સ અને DTH ઓપરેટર્સ વચ્ચે કામ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. 

ઉલ્લેખનીય છે કે ટ્રાયના નવા નિયમથી ઓપરેટર્સના તમામ પ્લાન અવૈધ થઈ ચુક્યા છે. ટ્રાય દ્વારા જાહેર કરાયેલા નવા ફ્રેમવર્ક હેઠળ ડીટીએસ અને કેબલ ઓપરેટર્સએ પોતાના ગ્રાહકોને નવા પ્લાન આપ્યા છે. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GByVyH
via Latest Gujarati News

Post a Comment

0 Comments