
નવી દિલ્હી તા.8 એપ્રિલ 2019 સોમવાર
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને મોકલેલી એક નોટિસમાં એવો સવાલ કર્યો હતો કે સંસદીય ચૂંટણીના નામે વિવિધ પક્ષના નેતાઓ જાહેરમાં આ શો બકવાસ કરી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં રજૂ થયેલી એક જાહેર હિતની અરજીના પ્રતિભાવ રૂપે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ મોકલી હતી કે આવતા સોમવાર 15 એપ્રિલ સુધીમાં જવાબ આપો કે આ શું ચાલી રહ્યું છે.
જેમ જેમ મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ નેતાઓ બેફામ બોલતા થયા છે. એેકબીજા પર આક્ષેપ વર્ષાવતાં આ નેતાઓ સંયમ ચૂકી જતાં હોય એવી છાપ આમ આદમી પર પણ પડી હતી. એક સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી રજૂ કરીને આ નેતાઓના બોલવા પર સંયમ વર્તાવવાનું પગલું લેવાની વિનંતી કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2TZ3gf6
via Latest Gujarati News
0 Comments