
ન્યૂયોર્ક તા.8 એપ્રિલ 2019 સોમવાર
અમેરિકી સાંસદોએ કરેલા જોરદાર વિરોધના પગલે પાકિસ્તાનને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની મદદ મળવાની શક્યતા પાંખી થઇ ગઇ હોવાની માહિતી મળી હતી.
ત્રણ વગદાર અમેરિકી સાંસદો ટેડ યાહુસ અમી બેરા અને જ્યોર્જ હોલ્ડિંગે આઇએમએફ દ્વારા પાકિસ્તાનને અબજો રૂપિયાનું બેલઆઉટ પેકેજ મળે એનો જોરદાર વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાન આ પૈસા કાંતો આતંકવાદીઓને આપશે અથવા ચીન પાસેથી લીધેલા અબજો રૂપિયાના કરજ પેટે આ રકમ ચૂકવી આપશે એટલે પાકિસ્તાનને આ મદદ મળવી ન જોઇએ. આ ત્રણે એક સહિયારો પત્ર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને લખ્યો છે.
ટ્રમ્પ આ પત્રનો સ્વીકાર કરી લે તો પાકિસ્તાનની સ્થિતિ વધુ કફોડી બનવાની છે. હાલ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સાવ કંગાળ છે. એ આખી દુનિયા પાસે કમંડળ લઇને ભીખ માગી રહ્યું છે કે અમને ઉગારી લો. પરંતુ હવે સમગ્ર વિશ્વને ખબર પડી ગઇ છે કે પાકિસ્તાન આતંકવાદની જનેતા છે એટલે કોઇ ને એને માટે સહાનુભૂતિૂ રહી નથી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uPMKE1
via Latest Gujarati News
0 Comments