નવી દિલ્હી, તા. 8. એપ્રિલ 2019 સોમવાર
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને યમસદન પહોંચાડવા માટે ભારતીય સેનાના જવાનોને એકે 203 એસોલ્ટ રાયફલથી સજ્જ કરવાની યોજના સેનાએ બનાવી છે.
યુપીની અમેઠીમાં એકે 203 રાયફલનુ પ્રોડક્શન થવાનુ છે.આ માટે ભારત સરકારના ઓર્ડિનન્સ બોર્ડ અને રશિયા વચ્ચે કરાર થયેલા છે.તાજેતરમાં પીએમ મોદીએ આ યોજનાનો અમેઠીમાં પ્રારંભ કરાવ્યો હતો.
સામાન્ય રીતે આતંકવાદીઓ પર હુમલો કરવા માટે કાર્બાઈનનો ઉપોગ થતો હોય છે.ભારતે 93000 કાર્બાઈન ખરીદવા માટે અલગ ટેન્ડર બહાર પાડેલુ જ છે. જોકે તેની સાથે સાથે અમેઠીમાં બનનારી એકે 203 એસોલ્ટ રાયફલનો ઉપયોગ આતંકવાદીઓ સામે થઈ શકે તે માટે તેની ડિઝાઈનમાં થોડા ફેરફાર કરવાની પણ યોજના છે.
આ માટે રાયફલનુ જે કદ છે તે નાનુ કરવામાં આવશે.જેથી તે આસાનીથી કપડામાં છુપાવી શકાય.આ રાયફલના મિકેનિઝમમાં ફેરફાર કરાશે.જેથી ફાયર કરતી વખતે તેનો ઝાટકો ઓછો લાગે.
અમેઠી ફેક્ટરીમાં દર વર્ષે 75000 એકે 203 રાયફલ બનશે.આ રાયફલ એકે 47 રાયફલનુ અત્યાધુનિક વર્ઝન હશે.એકે 203 પણ દર મિનિટે 600 રાઉન્ડ ફાયરિંગ કરી શકશે.જોકે તેની રેન્જ 350ની જગ્યાએ 500 મીટર હશે.ચીન સહિત 30 દેશોમાં આ રાયફલનુ હાલમાં પ્રોડક્શન થાય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2OVxmiv
via Latest Gujarati News
0 Comments