મોદી ભક્તિ, ભાજપના નેતાનુ 36 સેકન્ડમાં 100 વખત નમો-નમોનુ રટણ

નવી દિલ્હી, તા. 8. એપ્રિલ 2019 સોમવાર

યુપીમાં કમળ-કમળનુ રટણ કરીને ચર્ચામાં આવેલા ભાજપના નેતા વિનીત અગ્રવાલે નવુ કારનામુ કર્યુ છે.

પીએમ મોદી પ્રત્યેની ભક્તિ બતાવવા માટે વિનીત અગ્રવાલે માત્ર 36 સેક્ન્ડમાં એક શ્વાસે 100 વખત નમો,નમોનુ રટણ કરીને બતાવ્યુ હતુ.

મેરઠમાં લોકસભાની ચૂંટણી પ્રચાર માટે ભાજપની એક સભામાં પહોંચેલા અગ્રવાલે કહ્યુ હતુ કે, નરેન્દ્ર મોદીના નામનો પહેલો અક્ષર ન છે અને અટકનો પહેલો અક્ષર મો છે.આ બંને અક્ષરને ભેગા કરીએ તો નરેન્દ્ર મોદીનુ ટુંકુ નામ નમો થાય છે.

વિનીત અગ્રવાલ આટલુ બોલીને અટક્યા નહોતા.એ પછી તેમણે સ્ટેજ પરથી જ નમો,,નમોનો જાપ શરુ કર્યો હતો.માત્ર 36 સેકન્ડમાં એક જ શ્વાસે તેઓ 100  વખત નમોનો જાપ કરી ગયા હતા.આ પહેલા તેમણે જાહેર સભામાં સળંગ 32 વખત કમળ-કમળ  બોલીને બતાવ્યુ હતુ.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WTYPUu
via Latest Gujarati News

Post a Comment

0 Comments