
નવી દિલ્હી તા.8 એપ્રિલ 2019 સોમવાર
બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે ગઇ કાલ સુધી તેમના દોસ્ત રહેલા રાજદના લાલુ યાદવ વિશે ટ્વીટ કરી હતી કે લાલ ટેન કે દિન ખત્મ હુએ અબ...
લાલુ યાદવના પક્ષે ફાનસનું ચૂંટણી પ્રતીક રાખ્યું હતું એના વિશેની આ ટ્વીટ હતી. લાલુ હાલ ચારા કૌભાંડની સજાના ભાગ રૂપે જેલમાં છે. તેમણે વળતો પ્રહાર કરતાં ટ્વીટ કરી કે એક ડાળી પરથી બીજી ડાળી પર ઠેકડા મારતા આ જાનવર (અર્થાત્ વાનર)ને જોઇ લો. સત્તા માટે આ મર્કટ વારંવાર ઠેકડા મારતો રહે છે. પાંચ વર્ષમાં સત્તા માટે બદલી પાંચ પાર્ટી એટલે તો એને લોકો પક્ષપલટુઓના સરદાર તરીકે ઓળખે છે.
એક ચૂંટણી સભામાં બોલતાં નીતિશ કુમારે કહેલું કે ઘરે ઘરે વીજળી પહોંચી ગઇ છે। એટલે હવે કોઇને લાલ ટેન (ફાનસ)ની જરૂર રહી નથી.
એમના આ વિધાનથી જેલમાં બેઠેલા લાલુ ઉશ્કેરાઇ ગયા હતા. અગાઉ એનડીએ સાથેના સંબંધનો અંત લાવનારા નીતિશ કુમારે 2017માં ફરી ભાજપ સાથે સંબંધ જોડ્યો હતો અને પોતાના બચાવમાં કહ્યું હતું કે બિહારના હિતમાં મારે આ નિર્ણય લેવો પડ્યો હતો. કોન્દ્રમાં જે પક્ષની સરકાર હોય એની સાથે રહેવાથી રાજ્યનું હિત જળવાઇ રહે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VvsALg
via Latest Gujarati News
0 Comments