
નવી દિલ્હી, 16 એપ્રિલ 2019, મંગળવાર
સરકારએ ગૂગલ અને એપલને લોકપ્રિય ચીની શોર્ટ વીડિયો મોબાઈલ એપ્લિકેશન ટિકટોકને પોતાના એપ સ્ટોરમાંથી દૂર કરી દેવા આદેશ કર્યો છે. ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયએ આ પગલું સુપ્રીમ કોર્ટે કરેલા આદેશ બાદ ભર્યું છે. મદ્રાસ હાઈકોર્ટ દ્વારા એપ પર પ્રતિબંધ મુકતા પહેલાના આદેશ પર રોક લગાવવા માટે ઈન્કાર કરતી વખતે આવ્યો છે.
કોર્ટના જણાવ્યાનુસાર મદ્રાસ હાઈકોર્ટનો આદેશ માત્ર એક અંતરિમ આદેશ છે અને 16 એપ્રિલએ આ મામલે નિર્ણય સંભળાવવામાં આવનાર હશે. આ મામલે કોર્ટએ જણાવ્યું હતું કે આ મામલે આગામી સુનાવણી 22 એપ્રિલએ હાથ ધરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે આ એપને 1 અરબથી વધારે લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે. જો કે કોર્ટએ આ મામલે હજુ સુધી કોઈ નોટિસ જાહેર કરી નથી. આ મામલે 22 એપ્રિલના રોજ કોર્ટ આ મામલે નિર્ણય સંભળાવશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DhrTy5
via Latest Gujarati News
0 Comments