આ સાથી પક્ષે હવે ભાજપ સાથે ફાડ્યો છેડો, મોદી અને રાજનાથ સામે પણ ઉતાર્યા ઉમેદવાર


નવી દિલ્હી,તા.16.એપ્રિલ 2019, મંગળવાર

યુપીમાં ભાજપને તેના જ સહયોગી પક્ષ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીએ ઝાટકો આપ્યો છે.

પાર્ટીએ ભાજપ સાથે છેડો ફાડીને એકલા હાથે યુપીમાં ચૂંટણી લડવાનુ નક્કી કર્યુ છે.પાર્ટીએ આજે 39 બેઠકો પરના ઉમેદવારોની જાહેરાત કરી છે.જેમાં પીએમ મોદી સામે વારાણસીમાં અને રાજનાથસિંહ સામે લખનૌમાં પણ ઉમેદવાર ઉભા રખ્યા છે.

ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે કહ્યુ હતુ કે, અમારી ઈચ્છા તો ભાજપ સાથે મળીને જ ચૂંટણી લડવાની હતી પણ ભાજપ અણને એક પણ બેઠક આપવા રાજી નથી.મને બોલાવીને ભાજપના ચિન્હ પર ચૂંટણી લડવા સમજાવાયો હતો.હું મારી પાર્ટી ખતમ કરવાા ભોગે ભાજપના સિમ્બોલ પર ચૂંટણી નહી લડું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IAwI98
via Latest Gujarati News

Post a Comment

0 Comments