યેદીયુરપ્પાના હેલિકોપ્ટરનુ પણ ચૂંટણી પંચ દ્વારા ચેકિંગ કરાયુ


નવી દિલ્હી, તા.16.એપ્રિલ 2019, મંગળવાર

શરુઆતમાં થયેલી ટીકાઓ બાદ હવે ચૂંટણી પંચ રાજકીય પક્ષો સામે લાલ આંખ કરી રહ્યુ છે.

સામાન્ય રીતે ચૂંટણી પંચની ટીમો રસ્તા પર જતા આવતા વાહનોનુ પોલીસને સાથે રાખીને ચેકિંગ કરતી હોય છે ત્યારે આજે કર્ણાટકના પૂર્વ સીએમ અને ભાજપના વરિષ્ઠ નેતા બી એસ યેદીયુરપ્પા ચૂંટણી સભા સંબોધવા માટે કર્ણાટકના શિવમોગા હેલિપેડ પરથી હેલિકોપ્ટરમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે જ ચૂંટણી પંચની એક ટીમે પહોંચીને તેમના હેલિકોપ્ટરનુ ચેકિંગ હાથ ધર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ કોંગ્રેસે પીએમ મોદીના હેલિકોપ્ટરમાંથી ઉતારીને કારમાં મુકાયેલા શંકાસ્પદ બ્લેક બોક્સ અંગે સવાલ ઉઠાવ્યા હતા.

એ પછી હવે એવુ લાગે છે કે ચૂંટણી પંચે નેતાઓના હેલિકોપ્ટર અને વિમાનોનુ પણ ચેકિંગ હાથ ધરવાનુ નક્કી કર્યુ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KH0xHO
via Latest Gujarati News

Post a Comment

0 Comments