પુરુષો માટે અમૃત છે સંતરાનું જ્યૂસ, રહેશો સદાબહાર


અમદાવાદ, 16 એપ્રિલ 2019, મંગળવાર

એંટીઓક્સિડેટ્સ અને વિટામિન સીથી ભરપૂર સંતરા પુરુષોમાં શુક્રાણુની ગુણવત્તા સુધારે છે. સંતરાનો જ્યૂસ શુક્રાણુની ગતિ પણ વધારે છે. આ જ્યૂસ પુરુષોમાં ફર્ટિલિટીની સમસ્યાઓને દૂર કરે છે એટલે જે પુરુષોમાં શુક્રાણુની ખામી હોય તેમણે નિયમિત રીતે 1 સંતરું ખાવું જોઈએ. સંતરામાં ફાઈબર, પોટેશિયમ, વિટામિન સી, કોલિન, કૈલ્શિયમ, કોપર અને વિટામીન બી-1 હોય છે. આ ફળમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે. તેથી તે વજન પણ ઘટાડે છે. 

- શુક્રાણુ નબળા હોય તે પુરુષોએ નિયમિત સંતરાનું સેવન કરવું જોઈએ. સંતરામાં રહેલા ફોલિક એસિડ અને વિટામિન શુક્રાણુઓને સુધારે છે.

- સંતરામાં રહેલું ફોલિક એસિડ મગજનો વિકાસ પણ સારી રીતે કરે છે. તેમાં પોષકતત્વો વધારે હોવાથી ગર્ભવતી સ્ત્રીઓ માટે પણ તે ગુણકારી સાબિત થાય છે. 

- સંતરાથી રોગપ્રતિકારક શક્તિ સુધરે છે. તે શરીરમાં ફ્રી રેડિકલ્સ બચાવે છે.

- વિટામિન સી અને બી એંટી એજિંગ ગુણ ધરાવે છે તેથી તેનાથી ત્વચા બેદાગ અને યુવાન રહે છે.

- સંતરાનું સેવન આંખ માટે પણ ગુણકારી છે. તેનાથી આંખની સમસ્યાઓ દૂર થાય છે.





from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UZU7aO
via Latest Gujarati News

Post a Comment

0 Comments