નવી દિલ્હી તા.18 એપ્રિલ 2019 ગુરૂવાર
મધ્ય પ્રદેશમાં સિનિયર કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંઘ સામે ભાજપે ચૂંટણીમાંઊતારેલી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કશ્મીરી નેતા ઉમર અબ્દુલ્લાને સંબોધીને કહ્યું હતું કે તમારું ચાલતું હોત તો તમે મને ફાંસી પર ચડાવી દીધી હોત.
દિગ્વિજય સિંઘે પહેલીવાર હિન્દુ આતંકવાદનો ઉલ્લેખ કર્યો હતો અને કોંગ્રેસી શાસન દરમિયાન સાધ્વી પ્રજ્ઞા પર હિન્દુ આતંકવાદનો આરોપ મૂકીને એમને આઠ નવ વર્ષ સુધી જેલમાં ઠૂંસી દેવામાં આવ્યા હતા. જેલમાં એમના પર શારીરિક અને માનસિક અત્યાચાર પણ ગુજારવામાં આવ્યા હતા. તાજેતરમાં એમને જામીન મળી હતી.
ઉમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે સાધ્વીની તબિયત સારી હોય તો એમને ફરી જેલમાં નાખી દેવા જોઇએ. એમની સામેના કેસ હજુ ઊભા છે. એ નિર્દોષ પુરવાર થયા નથી. એના જવાબમાં સાધ્વીએ કહ્યું હતું કે તમારા બધાંનું ચાલ્યું હોત તો તમે મને ક્યારની ફાંસી પર ચડાવી દીધી હોત.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GlYDad
via Latest Gujarati News
0 Comments