બીજા તબક્કાનુ વોટિંગઃ ભાજપના ઉમેદવારને આખો દિવસ નજરકેદ રાખવાનો આદેશ


નવી દિલ્હી,તા.18.એપ્રિલ 2019, ગુરુવાર

લોકસભા માટે આજે થઈ રહેલા બીજા તબક્કાના વોટિંગ દરમિયાન યુપીના બુલંદ શહેરના ભાજપના ઉમેદવારને ચૂંટણી તંત્રે આખો દિવસ નજરકેદ રાખવાનો આદેશ આપ્યો છે.

ભાજપના ઉમેદવાર ભોલાસિંહ પર આરોપ છે કે, તેઓ મતદાન મથકો પર જઈને મતદારોને ભાજપને વોટ આપવા માટે અપીલ કરી રહ્યા હતા.એ પછી જિલ્લા વહિવટીતંત્રે તેમને જ્યાં સુધી મતદાન ના પતે ત્યાં સુધી નજરકેદમાં રાખવાનો હુકમ કર્યો છે.આમ આખો દિવસ તેઓ ચૂંટણી પંચની નજરમાં રહેશે.

ભોલા સિંહ સામે કોઈએ કરેલી ફરિયાદ બાદ જિલ્લા કલેક્ટરે તેમને નોટિસ આપી છે.ઉમેદવારને નજરકેદમાં રાખવા એક ટીમને રવાના કરી દેવાઈ છે.

આ અંગે પૂછતા ભોલાસિંહે કહ્યુ હતુ કે, લોકો વોટ આપીને બહાર આવી રહ્યા હતા અને મોદી મોદીના નારા લગાવી રહ્યા હતા.મેં તો માત્ર તેમનો આભાર માન્યો હતો.મેં કોઈ પ્રકારે આચાર સંહિતાનુ ઉલ્લંઘન કર્યુ નથી.હું ઈવીએમ પાસે પણ નથી ગયો.માત્ર મતદાન મથકમાં વ્યવસ્થા જોવા ગયો હતો.

ઉલ્લેખીય છે કે, ભોલાસિંહ પર ઈવીએમને નજીકથી જઈને જોવાનો પણ આરોપ છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DjfCcz
via Latest Gujarati News

Post a Comment

0 Comments