નવી દિલ્હી,તા. 07 એપ્રિલ 2019, રવિવાર
પુલવામા હુમલાનો બદલો લેવા માટે ભારતે કરેલી બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની ગભરામણ હજી દુર થતી નથી. ભારતની સૈન્ય કાર્યવાહી કરશે તેવી ચિંતાથી પાકિસ્તાનની સરકારની ઉંઘ હરામ થઈ ગઈ છે.પાકિસ્તાને ભારત સામે દુષ્પ્રચાર શરુ કરી દીધો છે.વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ હાસ્યાસ્પદ અને મનગઢંત દાવો કરતા કહ્યુ હતુ કે, ભારતની સેના એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહમાં પાકિસ્તાન પર હુમલો કરવાની યોજના બનાવી રહી છે.
મુલતાનમાં પત્રકારોને સંબોધતા કુરૈશીએ કહ્યુ હતુ કે, પાકિસ્તાન સરકાર પાસે વિશ્વાસપાત્ર માહિતી છે કે, ભારત પાકિસ્તાન સામે સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યુ છે.આ કાર્યવાહી 16 થી 20 એપ્રિલની વચ્ચે થશે.આ બાબતની જાણકારી અમે પહેલા જ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્ય દેશોને આપી ચુક્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2OU3B1L
via Latest Gujarati News
0 Comments