પાક. વિદેશમંત્રીનો દાવો, 'ભારત ફરીથી કરી શકે છે પાકિસ્તાન પર હુમલો'


ઇસ્લામાબાદ, તા. 07 એપ્રિલ 2019, રવિવાર

મીડિયા રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ રવિવારે દાવો કર્યો છે કે, તેમની સરકાર પાસે ગૃપ્ત જાણકારી છે કે, ભારતની યોજના 16 થી 20 એપ્રિલ વચ્ચે પાકિસ્તાન પર વધુ એક હુમલો કરવાની છે. તેમણે કહ્યું કે, સરકાર પાસે વિશ્વસનિય જાણકારી છે કે ભારત એક નવી યોજના બનાવી રહ્યું છે.

પાક. વિદેશમંત્રીએ કહ્યું કે, તૈયારી કરવામાં આવી રહી છે અને પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક હુમલાના આસાર છે. અમારી જાણકારી અનુસાર 16 થી 20 એપ્રિલ વચ્ચે કાર્યવાહી થઇ શકે છે. એક નવા હાદસાની યોજના રચવામાં આવી શકે છે અને જેનો હેતું પાકિસ્તાન વિરુદ્ધ તેમની કાર્યવાહીને સાચી ઠેરવવા અને ઇસ્લામાબાદ વિરુદ્ધ રાજનાયિક દબાણ વધારવાનું હશે.

ઉલ્લેખનિય છે કે, જમ્મુ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના એક આત્મઘાતી હુમલા બાદ બંન્ને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો અને આ આત્મઘાતી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. જેના જવાબમાં ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા કેમ્પને નિશાન બનાવ્યો હતો.


from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WMtJhy
via Latest Gujarati News

Post a Comment

0 Comments