(પીટીઆઇ) નવીદિલ્હી, તા.7 એપ્રિલ, 2019, રવિવાર
રાહુલ ગાંધીનો વાયનાડથી ચૂંટણી લડવાનો નિર્ણય દર્શાવે છે કે એમને ઉત્તર તથા દક્ષિણ ભારત - એમ બંને બેઠકો પરથી જીતવાનો વિશ્વાસ છે, એમ જણાવીને વરિષ્ઠ કોંગ્રેસી નેતા શશી થરૂરે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં કેરળ કે તમિલનાડુની બેઠકો પરથી ચૂંટણી લડવાની હિંમત છે ? એવો પડકાર ફેકયો છે.
ગાંધી વાયનાડ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે એના લીધે દક્ષિણના રાજ્યોમાં ઉત્તેજનાની લહેર ફેલાઇ છે કે આગામી વડાપ્રધાન એમના રાજ્યમાંથી ચૂંટાયેલા હોઇ શકે, એમ થરૂરે આ સમાચાર - સંસ્થાને એક મુલાકાતમાં જણાવ્યું.
ગાંધી બહુમતીની વસ્તીવાળા વિસ્તારોમાંથી બચવા માટે વાયનાડમાં ઊભા રહ્યા એ મતલબની ટીકા બદલ મોદી અને ભાજપને આડે હાથ લેતાં થરૂરે કહ્યું કે શાસક પક્ષ વારંવાર ધર્માંધતા પર ઉતરી આવે છે. વડાપ્રધાન દ્વારા આવું આચરણ થાય એ કમનસીબી છે. શશી થરૂરે થિરૂવનંતપુરમથી જણાવ્યું કે ભાજપના નેતૃત્વવાળા કેન્દ્ર સરકારના શાસનમાં દક્ષિણના રાજ્યો અને સમવાયી સરકાર વચ્ચેના સંબંધો અનેક મુદ્દે ધીમેધીમે ખાડે ગયા છે. જેમાં દક્ષિણની આર્થિક સલામતી તેમજ એના રાજકીય પ્રતિનિધિત્વના મુદ્દા મુખ્ય છે.
આની સામે, ગાંધી, ઉત્તર અને દક્ષિણ પ્રાંતો વચ્ચે સેતુરૃપ બનવાની કોશિશ કરી રહ્યા છે, એમ થરૃરે દાવો કર્યો છે. થિરૂવનંતપુરમથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા શશી થરૂરે રાહુલ ગાંધીને વાયનાડમાં મળેલા ભવ્ય પ્રતિસાદની પ્રશંસા કરી હતી. ''એમાં ઉજવણીનો વ્યાજબી જુસ્સો જણાય છે, એમ એમણે ઉમેર્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KpRdYu
via Latest Gujarati News
0 Comments