નવી દિલ્હી, તા.7 એપ્રિલ, 2019, રવિવાર
નવી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આજે સખત તડકા બાદ સાંજના સમયે વંટોળ બાદ કમોસમી વરસદ વરસતા લોકોએ થોડી રાહત અનુભવી હતો તો બીજી તરફ આ કમોસમી વરસાદ દિલ્હી આસપાસના ખેડૂતો માટે ચિંતાનું કારણ બન્યો છે. દિલ્હીથી જયપુર વચ્ચે આવેલા રાજસ્થાનના જિલ્લાઓમાં પણ આજે વાવાઝોડા અને હળવો વરસાદ વરસ્યો હતો.
નવી દિલ્હી, કેન્દ્રીય રાજધાનીનો વિસ્તાર, ગુરૂગ્રામ, નોઇડા, ફરીદાબાદ, સોનીપત અને ગાઝિયાબાદ સહિતના વિસ્તારોને આજે સાંજો વંટોળે ધમરોળ્યું હતું અને બાદમાં કમોસમી વરસાદ પડયો હતો. કેટલાંક વિસ્તારોમાં વૃક્ષોની ડાળીઓ પડવાથી વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.
આગામી ૪૮ કલાકમાં આ વિસ્તારમાં ફરી હળવા વરસાદની સંભાવના છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આકરા ઉનાળાના કારણે ન્યૂનતમ અને મહત્તમ તાપમાનમાં ખૂબ જલદીથી ફેરફાર થઇ રહ્યા છે. જેના કારણે વંટોળ અને વરસાદની શક્યતા રહે છે.
બીજી તરફ અહીંના ખેડૂતો કમોસમી વરસાદના કારણે ચિંતામાં મૂકાયા છે. અહીં ઘઉં અને સરસવને પાકને વરસાદના કારણે નુકસાન થયું છે. જયપુર અને દિલ્હી વચ્ચે આવતા ઉત્તર રાજસ્થાનના વિસ્તારોમાં પણ વાવાઝોડા અને વરસાદની ઘટના નોંધાઇ છે. જયપુર, ઝુંઝનુ, ચુરૂ, બિકાનેર, રેવારી, શ્રી ગંગાનગરમાં આજે કમોસમી વરસાદ પડયો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UEEN30
via Latest Gujarati News
0 Comments