
નવી દિલ્હી, તા. 21 એપ્રિલ 2019, રવિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચૂંટણી પ્રચાર માટે પોતાના હોમ સ્ટેટ ગુજરાતમાં છે. પાટણમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, જો ગુજરાતમાં ભાજપની 26માંથી 26 બેઠકો ના આવી તો 23 મેના રોજ મીડિયામાં આ જ વાતની ચર્ચા થશે. માટે જ ગુજરાતીઓ કોઈને આવી તક ના આપે
તેમણે આતંકવાદ પર કહ્યુ હતુ કે, આતંકવાદીઓ પહેલા વારે તહેવારે દેશમાં ધડાકા કરતા હતા.આજે આખા દેશમાં શાંતિ છે.મેં નક્કી કર્યુ છે કે, કાં તો હું રહીશ અથવા તો આતંકવાદ રહેશે.અગાઉની સરકારો મૌન ધારણ કરીને બેસતી હતી.અમે સેનાને ખુલ્લી છુટ આપી છે.પુલવામામાં જ્યારે સેનાના 40 જવાનો શહીદ થયા ત્યારે વિરોધીઓ જવાબ માંગતા હતા.એર સ્ટ્રાઈક કરીને જવાબ આપ્ોય તો તેની સામે પણ સવાલો ઉઠાવ્યા છે.કોંગ્રેસને સેના પર ભરોસો નથી.
પાકિસ્તાનને ચેતવણી આપતા પીએમ મોદીએ ક્હયુ હતુ કે, જ્યારે આપણા પાયલોટ અભિનંદનને પાકિસ્તાને પકડ્યો હતો ત્યારે પણ મેં પાકિસ્તાનને કહ્યુ હતુ કે, જો પાયલોટને કશું થયુ છે તો છોડીશુ નહી.ભારતીય સેના માટે અત્યારની સરકારે ટેન્કો અને તોપો જેવા શસ્ત્રો બનાવ્યા છે.અમેઠીમાં એકે 47થી આધુનિક રાયફલ બની રહી છે.આ ચાવાળાએ દેશને દુનિયામાં 11માથી છઠ્ઠા નંબર પર લાવી દીધો છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ve7Ri1
via Latest Gujarati News
0 Comments