ચૂંટણી પંચનો મોડેલ કોડ ઓફ કન્ડક્ટ હવે મોદી કોડ ઓફ કન્ડક્ટ છેઃ કોંગ્રેસ

નવી દિલ્હી, તા. 6. એપ્રિલ 2019 શનિવાર

કોંગ્રેસે ચૂંટણી પંચ પર મોટો આક્ષેપ મુકતા કહ્યુ છે કે, ચૂંટણી પંચે જે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ લાગુ કર્યો છે તે હવે મોદી કોડ ઓફ કન્ડક્ટ બની ગયો છે.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યુ હતુ કે, યોગી આદિત્યાનાથ અને નીતિ આયોગના ઉપાધ્યક્ષે જે ટિપ્પણીઓ કરી છે તેની સામે ચૂંટણી પંચ કાર્યવાહી કરવાની જગ્યાએ પ્રેમ પત્ર લખીને એટલુ જ કહે છે કે,હવે પછી આવુ તમે ના કરતા.

તેમણે કહ્યુ હતુ કે, જેઓ સત્તા પર છે તેમને અરિસો બતાવવામાં ચૂંટણી પંચ કેમ ગભરાઈ રહ્યુ છે.યોગી આદિત્યાનાથ ભારતની સેનાની મોદીની સેના ગણાવે છે અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર ન્યાય યોજનાની ટીકા કરે છે અને ચૂંટણી પંચ ખાલી એટલુ જ કહીને સંતોષ માને છે કે, ફરી આવુ નિવેદન ના કરતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UAbrCJ
via Latest Gujarati News

Post a Comment

0 Comments