નવી દિલ્હી, તા. 6. એપ્રિલ 2019 શનિવાર
આઈપીએલની વર્તમાન સિઝનમાં જો કોઈ ખેલાડીની સૌથી વધારે ચર્ચા હોય તો તે છે કોલકાતા નાઈટ રાઈડર્સના વિસ્ફોટક બેટ્સમેન અને વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર આન્દ્રે રસેલની.
બેંગ્લોર સામે ગઈકાલની મેચમાં રસેલે માત્ર 13 બોલમાં 48 રન ફટકારીને બેંગ્લોરને રીતરસ હતપ્રભ કરી દીધુ હતુ. બેંગ્લોર પાસેથી જીતની બાજી ખૂંચવી લેનારા રસેલે બાદમાં કહ્યુ હતું કે, મારા માટે કોઈ મેદાન મોટુ નથી. મને પહેલા ઓસ્ટ્રેલિયાના મેદાન મોટા લાગતા હતા પરંતુ ત્યાં પણ સિક્સરો ફટકાર્યા બાદ મને લાગે છે કે કોઈ મેદાન એવુ નથી જ્યાં સિક્સ ના વાગી શકે.હું મારી તાકાત પર ભરોસો કરુ છું અને મારી બેટ સ્પીડ સારી છે.
ઉલ્લેખનીય છે કે રસેલે 13 બોલની ઈનિંગમાં સાત સિક્સર ફટકારી હતી. રસેલ આઈપીએલમાં અત્યાર સુધી 22 સિક્સર ફટકારી ચુક્યો છે.રસેલે કહ્યુ હતું કે, મેચ જીતવાનો મન વિશ્વાસ હતો. ટી 20માં માત્ર એક સારી ઓવરની જરૂર પડે છે.એટલે મેં હાર માની નહોતી.
કોહલીની ટીમની આ સતત પાંચમી હાર હતી જ્યારે કોલકાતા ચારમાંથી ત્રીજી મેચ જીતીને હવે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KecODq
via Latest Gujarati News
0 Comments