મતદાન કરો અને પેટ્રોલ પંપ પર મેળવો ડિસ્કાઉન્ટ, મતદાન જાગૃતિ માટે અનોખી ઓફર

નવી દિલ્હી, તા. 6. એપ્રિલ 2019 શનિવાર

લોકસભાની આગામી ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે એક અનોખી સ્કીમ પેટ્રોલ વેચનારા પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને જાહેર કરી છે.

જે પ્રમાણે મતદાનના દિવસે મતદાન કરનારા વોટર્સ જો પેટ્રોલ પુરાવવા આવશે તો તેમને પ્રતિ લિટર 50 પૈસા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જોકે આ માટે તેમણે આંગળી પર વોટિંગનુ નિશાન બતાવવુ પડશે.

એક અહેવાલ પ્રમાણે ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનને આ જાહેરાત કરી છે.જોકે ડિસ્કાઉન્ટ મહત્તમ 20 લિટર પેટ્રોલ સુધી જ મળશે.જેનો લાભ લેવાની સમય મર્યાદા મતદાનના દિવસે સવારના આઠથી રાતના આઠ વાગ્યા સુધી રહેશે.

ઉલ્લેખનીય છે કે આખા દેશમાં લગભગ 64000 જેટલા પેટ્રોલ પંપ છે.જ્યાં રોજ લાખો લોકો પેટ્રોલ પુરાવે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UjbbZD
via Latest Gujarati News

Post a Comment

0 Comments