સપા-બસપાના ગઠબંધનનું સુત્ર છે 'જાત પાત જપના, જનતા કા માલ અપના' : મોદી


આંબેડકરનું અપમાન કરનારા માયાવતી સપા માટે પ્રચાર કરી વડા પ્રધાન બનવાના સપના જોઇ રહ્યા છે ! 

હર્દોઇ, તા. 27 એપ્રિલ, 2019, શનિવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં પ્રચાર રેલીને સંબોધી હતી, જે દરમિયાન તેમણે કોંગ્રેસ, સપા, બસપા પર પ્રહારો કર્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે સપા અને બસપાનું ગઠબંધન કેન્દ્રમાં એક નબળી સરકાર આપવા માગે છે અને તેમનો મંત્ર છે જાત પાત જપના જનતા કા માલ અપના. સાથે જ ગઠબંધનને મહામિલાવટ ગણાવી હતી.

 મોદીએ સાથે આરોપ લગાવ્યો હતો કે માયાવતીને કારણે લોકોને એ ખ્યાલ આવ્યો કે હું ઓબીસી જાતીમાંથી આવુ છું, લોકોને આ જાણકારી આપવા બદલ હું માયાવતીનો આભાર વ્યક્ત કરુ છું. સાથે વિનંતી કરુ છુ કે મને જાતીવાદી રાજનીતીમાં ન ખસેડો. 

મોદીએ દાવો કર્યો હતો કે આ મહા મિલાવટ જાતપાતની રાજનીતી કરીને કેન્દ્રમાં એક નબળી સરકાર આપવા માગે છે, તેઓ મજબૂર સરકાર ઇચ્છે છે મજબૂત નહીં. હું ક્યારેય જાતીવાદની રાજનીતીમાં નથી પડયો. માયાવતી બાબા સાહેબ આંબેડકરને માન ન આપનારા સપા માટે મત માગી રહ્યા છે.

મોદીએ જણાવ્યું હતું કે અપમાન પણ ખુરશીની નીચે દબાવી દે છે અને બાદમાં ખુરશીથી ચોંટી જાય છે. આ એ જ પક્ષો છે કે જે એક દિવસ બાલાકોટ એરસ્ટ્રાઇકના પુરાવા માગી રહ્યા હતા. સાથે મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર દાવો કર્યો હતો કે કેટલાક હોશિયાર લોકો બટાકામાંથી સોનુ બનાવવા માગે છે. જોકે આવુ હું કે મારો પક્ષ કોઇ પણ વ્યક્તી ન કરી શકે. 

મોદીએ જણાવ્યું હતું કે ૨૩મી મેએ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઇ જશે, અને એક નવો ઇતિહાસ રચવામાં આવશે. સાથે મોદીએ તિરંગાના ત્રણ રંગો વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે તિરંગામાં ભગવો રંગ ઉર્જાનું પ્રતિક છે, સફેદ રંગ સફેદ દુધની ક્રાંતિ માટે જાણીતો છે તેવી જ રીતે લીલો રંગ કૃષી ક્રાંતી માટે છે. આ મહા મિલાવટ ચોકીદાર અને રામ ભક્તોનું અપમાન કરે છે પણ તેનું પરીણામ તેઓ ભોગવશે અને ૨૩મી મેએ ઇતિહાસ રચાશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PBKaej
via Latest Gujarati News

Post a Comment

0 Comments