આઇપીએલમાં ટકી રહેવા આજે કોલકાતાએ મુંબઈ ઈન્ડિયન્સ સામે જીતવું જ પડશે

ઈડન ગાર્ડન, તા.૨૭

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં બે વખત ચેમ્પિયન બની ચૂકેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ સળંગ છ હારને કારણે હવે હાલમાં ચાલી રહેલી સિઝનમાંથી બહાર ફેંકાઈ જવાના આરે આવી પહોંચી છે. આવતીકાલે ઈડન ગાર્ડન્સમાં ખેલાનારા મુકાબલામાં જો મુંબઈ સામે કોલકાતા હારશે તો તેઓ પ્લે ઓફની રેસમાંથી બહાર ફેંકાઈ જશે. એન્ડ્રે રસેલ જેવો ધરખમ સુપરસ્ટાર ધરાવતી કોલકાતાની ટીમે પ્લે ઓફની રેસમાં ટકી રહેવા માટે આવતીકાલે જીતવું જરુરી છે. મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે અને તેઓએ પ્લે ઓફમાં સ્થાન નિશ્ચિત કરવા માટે હવે એકમાત્ર જીત હાંસલ કરવાની છે. 

કોલકાતાના ઈડન ગાર્ડનમાં રાત્રે ૮.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. નાઈટરાઈડર્સે આઇપીએલ-૧૨માં ધમાકેદાર શરૃઆત કરતાં શરૃઆતની પાંચમાંથી ચાર મેચો જીતી લીધી હતી. જોકે ત્યાર બાદ અચાનક તેઓએ સુપરસ્ટાર્સની હાજરી છતાં આશ્ચર્યજનક રીતે લય ગુમાવી હતી અને સળગ છ મેચ હારીને હાલ તેઓ ૧૧ મેચમાં ૮ પોઈન્ટની સાથે બેંગ્લોર અને રાજસ્થાનની સાથે છેક તળિયે છે.

હવે જો દિનેશ કાર્તિકની ટીમ એકેય મેચ ગુમાવશે તો તેઓ પ્લે ઓફની રેસમાંથી બહાર ફેંકાઈ જશે. કાર્તિકની ટીમ માટે ટીમની બોલિંગ નબળી કડી સાબિત થઈ રહી છે. કોલકાતા છેલ્લી છમાંથી પાંચ મેચમાં પ્રથમ બેટીંગ કરતાં હાર્યું હતુ. કોલકાતાને ચાવલા, કુલદીપ યાદવ, સુનિલ નારાયણ અને એન્ડ્રે રસેલના બોલિંગમાં શાનદાર દેખાવની આશા છે. જ્યારે કોલકાતાની બેટીંગનો મદાર કાર્તિક, રાણા, રસેલ, બ્રાથવેઈટ ઉપરાંત ગીલ, લીન અને બ્રાથવેઈટ તેમજ ઉથપ્પા પર વિશેષ રહેશે. 

મુંબઈની ટીમને કેપ્ટન રોહિત અને હરભજન તેમજ તાહીર જેવા સ્પિનરોની સાથે સાથે પોલાર્ડ અને પંડયા બ્રધર્સના મેચ વિનિંગ પર્ફોમન્સની આશા છે. ટીમની જીતમાં મલિંગા અને બુમરાહ પણ અસરકારક પર્ફોમન્સ આપી રહ્યા છે અને તેઓ ટીમને પ્લેઓફમાં પહોંચાડવા માટે કટિબદ્ધ છે.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DAu3c4
via Latest Gujarati News

Post a Comment

0 Comments