વરુણના સ્થાને રણબીર કપૂર બોલી નાખ્યું


મુંબઇ તા.16 એપ્રિલ 2019, મંગળવાર

એમ કહેવાય છે કે પ્રેમ છૂપો રહેતો નથી. છૂપો રાખવાનો પ્રયાસ કરો તો પણ છૂપો રહેતો નથી. તાજેતરમાં એવું આલિયા ભટ્ટ સાથે બની ગયું કે એ પોતાનો પ્રેમ છૂપો રાખી શકી નહીં.

ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની ફિલ્મ કલંકના પ્રમોશન માટે ફિલ્મની આખીય ટીમ એક ટીવી શોમાં હાજર હતી. આલિયાની પાછળ રહેલો વરુણ વારંવાર પાછળથી આલિયાના વાળ ખેંચીને એને સતાવતો હતો. આલિયા એને વારી રહી હતી. બે ચાર વખત એવું બન્યું ત્યારે આલિયાના મનની વાત બહાર પડી ગઇ હતી. વરુણને બદલે એ એમ બોલી ગઇ હતી કે રણબીર રહેવા દે ને...

હાજર રહેલા સૌ એક ક્ષણ માટે ચોંકી ગયાં હતાં કારણ કે રણબીર તો ત્યાં હતોજ નહીં. એની પાછળ વરુણ ધવન હતો. યોગાનુયોગે વરુણ અને આલિયા બંનેએ કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યર (2012)થી અભિનય કારકિર્દી શરૂ કરી હતી અને બંને ટૂંકા સમયગાળામાં એ લિસ્ટના કલાકારોની યાદીમાં આવી ગયાં હતાં.

હાલ આલિયા મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને રણબીર કપૂર સાથે કરણની જ બ્રહ્માસ્ત્ર ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મ ભારતીય સુપરહીરોની ટ્રિલોજીની પહેલી કડી છે જેનું ડાયરેક્શન અયાન મુખરજી કરી રહ્યા છે. આ ઉપરાંત આલિયા હવે સુપર સ્ટાર સલમાન ખાન સાથે સંજય લીલી ભણસાલીની ફિલ્મ ઇન્શાલ્લાહ કરવાની છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gk4ht8
via Latest Gujarati News

Post a Comment

0 Comments