ચૂંટણી પંચના પ્રતિબંધ વચ્ચે બજરંગબલીની શરણમાં પહોંચ્યા યોગી


નવી દિલ્હી,તા.16.એપ્રિલ 2019, મંગળવાર

બજરંગબલીવાળા નિવેદનના પગલે ચૂંટણી પંચે યોગી આદિત્યાનાથ પર 72 કલાક માટે ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

એ બાદ યોગી ફરી બજરંગબલીની શરણમાં પહોંચી ગયા છે.યોગી આદિત્યનાથે લખનૌમાં હનુમાન સેતુ વિસ્તારમાં આવેલા બજરંગબલી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને હનુમાન ચાલીસાનો પાઠ પણ કર્યો હતો.

યોગી મંદિરમાં 20 મિનિટ રોકાયા હતા પણ તેમણે મીડિયા સાથે કોઈ વાત કરી નહોતી અને જતા રહ્યા હતા.

આજે ગૃહમંત્રી રાજનાથસિંહ લખનૌ બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાના છે પણ ચૂંટણી પંચના પ્રતિબંધના કારણે યોગી આદિત્યાનાથ તેમાં સામેલ નહી થઈ શકે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KJiOnZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments